જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ૧૬મી શાળાનું લોકાર્પણ: સાંજણાવદર ખાતે સ્વ. જાદવજીબાપા ધામેલીયાના નામથી સરકારી શાળા શરુ

તા.08/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાંજણાવદર ગામમાં પાર્વતીની મોજડી થી વિશ્વવિખ્યાત જૂની પેઢીના કલાકાર સ્વ. જાદવજીબાપા ઘામેલીયાના નામની સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ થયું હતું આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, લેખક, ચિંતક તેમજ પદ્મશ્રી વિભૂષિત સમાજસેવક જગદીશ ત્રિવેદી છેલ્લાં નવ વર્ષથી પોતાના દેશ- વિદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે. હાલ તેઓ પોતાના ક્ષેત્રના વડીલ કલાકારોનાં નામની શાળાઓ બનાવી રહ્યાં છે એ શ્રેણીની પાંચમી અને કુલ સોળમી શાળાનું તા.૮/૮/૨૬ શનિવારે ગઢડા પાસે સાંજણાવદર ખાતે લોકાર્પણ થયું હતું જેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, ગઢડાના ધારાસભ્ય તેમજ સંત સવૈયાનાથ ધામનાં મહંત શંભુપ્રસાદજી ટુંડિયા , શાળાનાં દાતા ડો. જગદીશ ત્રિવેદી, કીરણ હોસ્પિટલ સુરતના ચેરમેન અને જળક્રાંતિ અભિયાનના પ્રણેતા પદ્મશ્રી મથુરભાઈ સવાણી તેમજ જૂની પેઢીના હાસ્ય કલાકાર, લેખક અને ચિંતક પદ્મશ્રી શાહબુદીન રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે જાદવજી બાપાના સુપુત્ર અને જાણીતા હાસ્ય કલાકાર શ્રી સુખદેવ ધામેલીયા તેમજ મોટી સંખ્યામાં કલાકારો, જાદવજી બાપાના ચાહકો, જીલ્લા પ્રાથમિક શિક્ષણ જગતના અધિકારીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાસ હાજર રહ્યા હતા. તસવીરમાં શાળાના નામની તકતિનું અનાવરણ કરતાં પરસોત્તમ રૂપાલા, શાળાનાં દાતા ડો. જગદીશ ત્રિવેદી, ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદજી ટુંડીયા, કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણી, હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદીન રાઠોડ તથા જાદવજીબાપાના સુપુત્ર અને હાસ્યકલાકાર સુખદેવ ધામેલીયા જોવા મળે છે બીજી તસવીરમાં ક્લાસરૂમનું ઉદઘાટન કરતાં પરસોત્તમ રૂપાલા, ડો. જગદીશ ત્રિવેદી તથા શાહબુદીન રાઠોડ જોવા મળે છે.





