SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

જગદીશ ત્રિવેદીએ એક જ દિવસે ત્રણ શાળાનાં ખાતમુહૂર્ત કર્યાં

તા.03/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર અને વિશ્વવ્યાપી સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ સોમવારે એક જ દિવસમાં ત્રણ શાળાઓ બનાવી આપવા માટે ખાતમુહૂર્ત કર્યા હતા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સોનગઢની મફતપરા શાળા તેમજ પાલડીની યોગેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી અખંડાનંદ માધ્યમિક શાળા તેમજ ખોડીયાર માતાજીના ધામ માટેલની સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટ સંચાલિત અનુદાનિત શાળાના ખાતમુહૂર્ત કર્યા હતા જગદીશ ત્રિવેદીનું ઉર્મિસરોજ ચેરીટેબલ ટ્રસ્ટ અને દલાલ ફેમિલી ફાઉન્ડેશન દ્વારા આ ત્રણ શાળાઓના નવા શૈક્ષણિક ભવનનું નિર્માણ થશે આ પ્રસંગે ડો. જગદીશ ત્રિવેદી, પ્રાથમિક શિક્ષણ વિભાગના નિવૃત્ત નાયબ નિયામક આર. એસ. ઉપાધ્યાય, શિહોર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અજય જોષી, કેળવણી નિરીક્ષક ઉલવા, જાણીતા હાસ્યકલાકાર ધરમ વાકાણી, જાણીતા બિલ્ડર અજયભાઈ શુક્લ તેમજ ત્રણે શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ તેમજ ગામનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!