લીંબડી પોલીસ દ્વારા વિધવા મહીલાના 20 તોલા સોનાના દાગીના પરત અપાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

તા.31/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
અન્યાય સામે ન્યાય:
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ લીંબડીના રહેવાસી અરજદાર શ્રીમતી હસુબેન સોંડલા પાસેથી સામેવાળા ઇસમે હોટેલનો ધંધો પાર્ટનરશિપમાં કરવાના બહાને ૨૦ તોલા સોનાના ઘરેણાં મેળવીને ફાયનાન્સ બેંકમાં લોન પેટે ગીરો મુક્યા હતા વિતેલા ૬ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં સામેવાળો ઇસમ ઘરેણાં પરત આપતો ન હતો આખરે લાચાર અરજદાર બેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ સાહેબનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી પોલીસ કાર્યવાહી પ્રકરણની ગંભીરતા અને અરજદાર મહિલાની સ્થિતિ જોઈને એસ.પી. પ્રેમસુખ ડેલૂ સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ જી.બી. પરમાર સાહેબ તથા લીંબડી પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરી સામેવાળા પક્ષ પાસેથી રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના ઘરેણાં હેમખેમ પરત મેળવી અરજદાર હસુબેનને સોંપ્યા હતા પોતાના હકના ઘરેણાં વર્ષો પછી પરત મળતાં ભાવુક બનેલા અરજદાર બેને એસ.પી. સાહેબ તથા સમગ્ર લીંબડી પોલીસ ટીમનો અંતરપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




