DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેન્સ્ટ્રુએશન ડેની ઉજવણી

તા.28/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેન્સ્ટ્રુએશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન કિશોરીઓ તેમજ આશા બહેનોને માસિક ચક્ર અંગે જાગૃતિ અને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. હીરામણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કિશોરીઓને માસિક દરમિયાન રાખવાની સ્વચ્છતા, યોગ્ય આહાર તેમજ આરોગ્યની કાળજી અંગે વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ માસિક અંગે સમાજમાં રહેલી ગેરસમજ દૂર કરી ખુલ્લા મનથી ચર્ચા કરવાની પણ સમજ આપવામાં આવી હતી કાર્યક્રમમાં T.H.V. સિસ્ટર વરમોરાબેન, આરોગ્ય વિભાગનો સ્ટાફ, આશા બહેનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ હાજર રહ્યા હતા ઉપસ્થિત તમામને મેન્સ્ટ્રુએશન અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા આ ઉજવણી દ્વારા કિશોરીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાઈ અને માસિક ચક્ર અંગેની યોગ્ય સમજણ વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!