CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સિલિકા સેન્ડ સ્ટોનની લિઝનાં ચેકીંગમાં કૌભાંડ કરનાર માઇન્સ સુપર વાઇઝરને ફરજ મુકત કરાયા

તા.12/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ખાણ-ખનીજ વિભાગની ગેરરીતિઓ આરટીઆઈમાં સામે આવી હતી જેમાં સિલિકા સેન્ડ સ્ટોનની લીઝના ચેકિંગ દરમિયાન એક જ રેઇડના બે અલગ-અલગ રોજકામ બનાવીને કૌભાંડ ફરિયાદોના આધારે ગાંધીનગર ખાણ-ખનીજ વિભાગ હસ્તકની ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા કાર્યવાહી કરી છે જેમાં ચોટીલા ખાતે કરાર આધારિત માઇન્સ સુપરવાઇઝર સામે આક્ષેપો સાબિત થતાં નોકરીમાંથી મુક્ત કર્યા છે જિલ્લાના એક તાલુકાના ગામની સીમમાં આવેલી સિલિકા સેન્ડ સ્ટોનની લીઝમાં ખાણ ખનીજના માઇન્સ સુપરવાઇઝર સંજય લાખોત્રા અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિરેનભાઈ સન્ડેરા દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું તપાસ દરમિયાન સ્થળ પર લીઝ સર્વે ચલાવનારે પોતે સ્વીકાર્યું હતું કે ત્યાં કોઈ હદ નિશાન નથી સાઈન બોર્ડ નથી કે તારની ફેન્સિંગ પણ કરી નથી પ્રથમ બનેલા અસલ રોજકામમાં માત્ર લીઝ ચલાવનાર અને માઈન્સ સુપરવાઈઝર સંજયભાઈ લાખોત્રાની જ સહીઓ હતી પરંતુ સુરેન્દ્રનગરના એક જાગૃત નાગરિક દ્વારા ખાણ-ખનીજ વિભાગમાં આરટીઆઈ અંતર્ગત માહિતી માંગતા તંત્રની પોલ ખુલી ગઈ હતી તંત્ર દ્વારા આરટીઆઈમાં અસલ રોજકામના બદલે એક તદ્દન અલગ જ બીજું રોજકામ પૂરું પાડ્યું હતું જેમાં લીઝ ચલાવનાર અને માઈન્સ સુપરવાઈઝર ઉપરાંત રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિરેનભાઈ અંજારીયાની પણ સહીઓ જોવા મળતા એક જ રેકોર્ડના બે અલગ-અલગ રોજકામ અને જુદી-જુદી સહીઓ સાથે આવતા જાગૃત નાગરિક દ્વારા સમગ્ર મામલે ગાંધીનગર ખાણ-ખનીજ વિભાગ અને જિલ્લા ખાણ-ખનીજ કચેરીને નિષ્પક્ષ તપાસ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ ફરિયાદો કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગની કચેરી સુધી પહોંચતા તેના પત્રના સંદર્ભે GMRDS ગાંધીનગરના નિયામક દ્વારા આઉટ સોર્સિંગ એજન્સી ઇથોસ એચ.આર મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદને તારીખ 11-6એ એક સત્તાવાર પત્ર પાઠવ્યો છે જેમાં ચોટીલા ખાતે માઇન્સ સુપરવાઇઝર તરીકે નિમણૂંક પામેલા કર્મચારી સંજય લાખોત્રા વિરૂદ્ધ ગંભીર આક્ષેપો વાળી ઘણી ફરિયાદો મળેલ હોઈ સક્ષમ અધિકારીની આજ્ઞા અનુસાર તેઓની કરાર આધારિત સેવાઓ આથી તાત્કાલિક અસરથી સમાપ્ત કર્યા છે.

Back to top button
error: Content is protected !!