DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર GPCB અને પેટસન પેપર્સ દ્વારા દેવચરાડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

તા.11/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પ્રાદેશિક કચેરી, સુરેન્દ્રનગર દ્વારા દેવચરાડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ અને પર્યાવરણીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેસર્સ પેટસન પેપર્સ પ્રાઇવેટ લિમિટેડ, ધ્રાંગધ્રાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતું વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સંવેદના કેળવવાનો હતો આ પ્રસંગે શાળાના પ્રાંગણમાં મોટી સંખ્યામાં વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન જીપીસીબીના અધિકારીઓ અને પેટસન પેપર્સના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને પ્રદૂષણ ઘટાડવામાં વૃક્ષોની અનિવાર્ય ભૂમિકા અને પર્યાવરણીય સંતુલન જાળવવાના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિની રક્ષા કરવા અને રોજિંદા જીવનમાં સ્વચ્છતા જાળવવા અંગે સરળ આદતો અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે દરેક બાળકે નવા વાવેલા વૃક્ષોને ‘દત્તક’ લઈને તેમની જાળવણી કરવાની જવાબદારી સ્વીકારી હતી.

Back to top button
error: Content is protected !!