AHAVADANG

વઘઇથી આહવા જતાં માર્ગનાં પીંપરી ગામ નજીક પાઈપનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ તાપી જિલ્લાનાં વ્યારા તરફથી પાણી પુરવઠાનાં પાઈપનો જથ્થો ભરી આહવા તરફ જઈ રહેલ ટ્રક.ન.જી.જે.12.બી.ટી.4470 જે વઘઇથી આહવાને જોડતા રાજય ધોરીમાર્ગનાં પીંપરી ગામ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા સ્થળ પર ટ્રક પલ્ટી મારી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ઘટના સ્થળે પાઇપનો જથ્થો માર્ગ પર વેર વિખેર થઈ જતા થોડાક  સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ટ્રક ચાલકને નાની મોટી ઈજાઓ પોહચતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકનાં વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.હાલમાં વઘઇ પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

Back to top button
error: Content is protected !!