સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં દસાડા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
નાવિયાણી, વાલેવાડા અને વણોદ ગામે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો

તા.24/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
નાવિયાણી, વાલેવાડા અને વણોદ ગામે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો, રાજ્યભરમાં ચાલી રહેલા શિક્ષણના મહાપર્વ સમાન ‘શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં બાળકોને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીએ દસાડા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈને પોતાના હસ્તે નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવી પ્રોત્સાહિત કર્યા હતા જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીએ દસાડા તાલુકાના નાવિયાણી ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે કલેક્ટરના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ વાલેવાડા ગામની મુલાકાત લીધી હતી વાલેવાડા ખાતે શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવતા બાળકોને કલેક્ટરના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વધુમાં કલેક્ટરએ દસાડા તાલુકાના વણોદ ગામે આવેલી વણોદ ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલ ખાતે પણ શાળા પ્રવેશોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી અહીં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પણ અભ્યાસલક્ષી માર્ગદર્શન અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કરી કલેક્ટરએ વધુ વૃક્ષ વાવવા ગ્રામજનોને અપીલ કરી હતી આ તકે પાટડી પ્રાંત અધિકારી મિલન રાવ, સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



