SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર બેફામ કાર ચલાવી મારામારી કરનાર 5 શખ્સોને પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું.

વારંવાર આ ગેંગના સભ્યો દ્વારા ભૂંડ પકડવા મુદ્દે માથાકૂટ કરવામાં આવી રહી છે

તા.04/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વારંવાર આ ગેંગના સભ્યો દ્વારા ભૂંડ પકડવા મુદ્દે માથાકૂટ કરવામાં આવી રહી છે, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ભૂંડ પકડતા ઇસમો દ્વારા વારંવાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાવવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ ઉપર થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન જાહેર માર્ગ ઉપર બેદરકારી રીતે ભૂંડ ભરેલી કાર દોડાવી અને સ્થાનિક લોકોનું જીવન જોખમમાં મૂકવામાં આવ્યું હતું અને આ અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારે આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને વગેરે પ્રકારની વિગતો મેળવી અને બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ કરવામાં આવતા શિખ ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સહિતના સ્ટાફ દ્વારા શીખ ગેંગના સભ્યોની અટકાયત કરી લેવામાં આવી છે અને કુલ પાંચ સભ્યોની અટકાયત કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભૂંડ પકડવા મુદ્દે જાહેરમાં બેફામ રીતે કાર દોડાવવામાં આવી રહી હતી અને મારામારી કરવામાં આવી હોય અને ઝઘડો કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે હા અંગે તમામ લોકોની અટકાયત કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શીખ ગેંગના સભ્યોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે જે વિસ્તારમાં તેઓ દ્વારા આંતક મચાવવામાં આવ્યું હતું તે વિસ્તારમાં લઈ જઈ અને બી ડિવિઝન પોલીસ દ્વારા રિક્કન્ટ્રક્શ કરાવવામાં આવ્યું છે અને અન્ય કોઈપણ પ્રકારનું કૃત્ય ન કરે તે અંગેનો કડક સંદેશ આપવામાં આવ્યો છે વારંવાર કાયદો અને વ્યવસ્થા કથળાવતી શીખ ગેંગ સામે વિરુદ્ધમાં વધુ એક વખત કડક પગલાં ભરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!