સુરેન્દ્રનગર LCB પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા 3 શખ્સોને દૂધરેજ નર્મદા કેનાલ પાસેથી દબોચી લીધા
તા.04/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તેમજ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી આરોપી તથા મુદામાલ શોધી કાઢી આવા ગુનામાં અવાર નવાર સંડોવાયેલ આરોપીઓને ચેક કરી આરોપીઓને તાત્કાલિક પકડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબીના પીઆઇ જે. જે. જાડેજા ને સુચના આપેલ જે અન્વયે એલસીબી પીઆઇ, પીએસઆઇ જે. વાય. પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમના અશોકભાઈ શેખાવા, કિશનભાઇ ભરવાડ, મેહુલભાઈ મકવાણા તથા પેરોલ ફર્લો સ્કોડના અજયવીરસિંહ ઝાલા, ભૂપતસિંહ રાઠોડ, સંજયભાઈ પાઠક સહિત સમગ્ર ટીમ બનાવી જીલ્લામાંથી શરીર સંબંધી તથા મીલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકે તે સારૂ તેમજ ઘરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓના ગુનાઓ બનતા હોય છે જે ગુનાઓ અનડીટેકટ ન રહે તે માટે અલગ અલગ ટીમો બનાવી ગુના ડીટેકટ કરવા અસરકારક પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન કરતા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફને બાતમી હકીકત મળેલ કે કલાભાઇ કેશુભાઇ સરવૈયા રહે, દુધરેજ વહાણવટી નગર જોગણીમાના મંદિર પાસે સુરેન્દ્રનગર, રાહુલભાઇ પેથાભાઇ સરવૈયા રહે, દુધરેજ વહાણવટી નગર સાત નાળાની બાજુમાં સુરેન્દ્રનગર, શક્તિભાઇ ઉર્ફે લાલો સાગરભાઇ થરેસા રહે સુરેન્દ્રનગર લક્ષ્મીપરા શેરી નંબર 2 શક્તિ ફરસાણ વાળા વાળાઓ મળી સુરેન્દ્રનગર શહેર વિસ્તારમા ઘરફોડ ચોરીઓ કરે છે અને હાલ તેઓ ચોરી કે છળકપટથી મેળવેલ મુદામાલના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઇને એકટીવા સાથે આ ત્રણેય ઇસમો ચોરીનો માલ વેચવા જવા દુધરેજ નર્મદા કેનાલથી નિકળનાર છે જે બાતમી હકીકત આધારે વોચ ગોઠવી ઉપરોક્ત ત્રણેય ઇસમોને દાગીના તથા રોકડ રૂપીયા તથા અન્ય મુદામાળી કુલ કી.રૂ.૯૩,૭૩૦ ના મુદામાલ સાથે પકડી પાડી મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે જેઓની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ જેમાં સાઉદી અરેબીયન નોટ નં.૯ (રીયાલ), રૂપીયા ૧૦૦ ના દરની નોટ નં.૪, રૂપીયા ૨ ના દરની નોટ નં.૩પ, રૂપીયા પ ના દરની નોટ નં.૧૦૦, રૂપીયા ૨ ના દરની નોટ નં.૨૦૦, રૂપીયા ૧ ના દરની નોટ નં.૧૦૦, સોનાની લક્કી (બ્રેસલેટ) નો કટકો જેનુ વજન આશરે ૫ ગ્રામ ૫૦૦ મીલી આશરે કિ.રૂ.૩૮.૭૦૦, શીવલીંગ રાખવાનુ યાંદીનુ થાળુ જેનુ વજન આશરે ૭૯ ગ્રામ ૪૦૦ મીલી જેની આશરે કિં.રૂ.૬૦૦૦, ચાંદીના નંદીજી જેનુ વજન આશરે ૧૭ ગ્રામ જેની આશરે કિ.રૂ.૧૩૦૦, ચાંદીનો કાચબો જેનુ વજન આશરે ૧૦ ગ્રામ ૩૦૦ મીલી જેની આશરે કિ.રૂ.૭૬૦, ચાંદીની કંકાવટી જેનુ વજન આશરે ૨૦૪ ગ્રામ જેની આશરે કિં.રૂ.૧૫,૫૦૦ તથા એક કાળા કલરનું એકટીવા જેનો રજી. જીજે 13 બીડી 7083 કિ.રૂ.30,000 એમ કુલ મળીને રૂ.93,730 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.