SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર 2‌ ઈસમોને 31 લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા

સોનાના દાગીના કુલ વજન 220.146 ગ્રામ કી.રૂ.29,10,099 તથા ચાંદીના પરચુરણ દાગીના વજન 567.600 ગ્રામ કિં.રૂ.1,15,000 તથા મોબાઇલ નંગ 2 એમ‌ કુલ મળીને રૂ.31,30,599 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.05/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સોનાના દાગીના કુલ વજન 220.146 ગ્રામ કી.રૂ.29,10,099 તથા ચાંદીના પરચુરણ દાગીના વજન 567.600 ગ્રામ કિં.રૂ.1,15,000 તથા મોબાઇલ નંગ 2 એમ‌ કુલ મળીને રૂ.31,30,599 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તેમજ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરી આરોપી તથા મુદામાલ શોધી કાઢી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને અવાર નવાર ચેક કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી પીઆઇ જે. જે. જાડેજાને સુચના આપેલ જે અન્વયે પીએસઆઇ જે. વાય. પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના I/C પીએસઆઇ એન.એ.રાયમા નાઓએ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાંથી શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકે તે સારૂ તેમજ ધરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓના ગુનાઓ અનડીટેકટ ન રહે તે માટે અલગ અલગ ટીમો બનાવી ગુના ડીટેક્ટ કરવા અસરકારક પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન કરતા સ્ટાફના પો.હે કો. અજયવીરસિંહ ઝાલા તથા અશ્વિનભાઇ માથુકીયા તથા ચંદ્રવિજયસિંહ રાણા તથા દેવરાજભાઇ જોગરાજીયા,‌ મેહુલભાઈ મકવાણા, પ્રવિણભાઈ કોલા, વજાભાઈ સાનીયા, ગિરિરાજસિંહ જાડેજા સહિત સમગ્ર ટીમ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારમા અંબીકા પાર્ક પી.એન.ટી.ક્વાટર્સ પાસે રહેણાક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાને ગણતરીના દિવસોમા ડીટેક્ટ કરી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયા મળી કુલ કી.રૂ.૩૧,૩૦,૫૯૯ ના મુદામાલ સાથે બે ઇસમો જેમાં રવિભાઈ હકાભાઈ પાટડીયા રહે, સુરેન્દ્રનગર મફતીયાપરા ટી.બી. હોસ્પિટલ પાછળ અંબાજીમાંના ચોક પાસે સુરેન્દ્રનગર, સતિષભાઈ ઉર્ફ ભોલો ભૂરો બટુકભાઈ વ્યાસ રહે, સુરેન્દ્રનગર ફિરદોષ સોસાયટી બુધાભાઈની દુકાનની બાજુમાં દાળમીલ રોડ સુરેન્દ્રનગર વાળાઓને દુધરેજ કેનાલ પાસેથી પકડી પાડી મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!