SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર પોલીસે વ્યાજખોરોના ચુંગાલમાંથી છ તોલા દાગીના છોડાવી લઈ મૂળ માલિકને પરત કરાવ્યા.

તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આંતક સતત વધતો જઈ રહ્યો છે પરંતુ તેની સામે હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની વધુ એક કામગીરી સામે આવી છે ત્યારે કિંજલબેન નંદિયાણીયા દ્વારા આશરે ચાર વર્ષ પહેલા પોતાના પતિના સારવાર અને ઈલાજ માટે વ્યાજખોરો પાસેથી 1.30 લાખ રૂપિયા રોકડા લેવામાં આવ્યા હતા પરંતુ તેની સમયસર તે ચુકવણી વ્યાજની ન કરી શકતા વ્યાજખોરો દ્વારા તેમના છ તોલા સોનાના ઘરેણા પડાવી લેવામાં આવ્યા હતા ત્યારે કિંજલબેન ચંદનભાઈ નદિયાણિયા દ્વારા આ અંગે સુરેન્દ્રનગર પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોવાના કારણે આ અંગે તાત્કાલિક પણે બી ડિવિઝન પીઆઇને તપાસ આપવામાં આવી હતી અને 24 કલાકની અંદર જ ભોગ બનનાર પીડિત મહિલાને તેના દાગીના પરત અપાવવામાં આવ્યા છે અને છ તોલા દાગીના પરત અપાવી અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ ફરી વખત માનવતા મહેકાવી છે અને આ મુદ્દે અપીલ પણ કરવામાં આવી છે કે કોઈ વ્યાજખોર ત્રાસ આપતું હોય અથવા પઠાણી ઉઘરાણી કરતું હોય અથવા તો કોઈના રૂપિયા અથવા ઘરેણા પડ્યા હોય એ લીધા હોય તો તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર પોલીસ વડાનો સંપર્ક કરે જેથી વ્યાજખોરોના આંતકમાંથી તેમને બચાવી શકાય તેવી અપીલ પણ પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ કરી છે.

Back to top button
error: Content is protected !!