SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર SOG પોલીસે સી. યુ. શાહ મેડિકલ કોલેજમાં ‘ડ્રગ્સ અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો હતો.

તા.24/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે અને શાળા- કોલેજોના વિદ્યાર્થીઓમાં માદક પદાર્થો વિરૂધ્ધ જનજાગૃતિ ફેલાય તે હેતુથી એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનાઓની સૂચના અને એસઓજી શાખાના પીઆઈ બી.એચ. શીંગરખીયાના સીધા માર્ગદર્શન હેઠળ શહેરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે એન.ડી.પી.એસ. NDPS – માદક પદાર્થો અંતર્ગત ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો આ વિશેષ કાર્યક્રમમાં એસઓજી પી.આઈ. બી.એચ. શીંગરખીયા, મેડિકલ કોલેજના ડૉ. સંજય મહેતા, ડૉ. કંજન કીકાણી તેમજ મોટી સંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને પોલીસ અધિકારીઓ દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ સાથે જ દેશની ભાવિ પેઢી એવા યુવાનો નશાની ગર્તામાં ધકેલાતા અટકે અને સદગુણો અપનાવી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે અંગેનું યોગ્ય અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!