સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતમાં યોજવામાં આવ્યો હતો, સ્પેશ્યિલ સિટિંગના 2750, પેન્ડિંગ 913 કેસનો નિકાલ કરાયો
તા.10/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારના રોજ વર્ષની પહેલી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજૂર કાયદા, જમીન સંપાદન, ઇલેક્ટ્રિસિટી, પાણીના બિલો, રેવન્યુ કેસો, દીવાની પ્રકારના કેસો અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લઇ 9659 કેસનો નિકાલ કરાયો હતો સુરેન્દ્રનગર જિલ્લા તથા તાલુકા મથકે તા.8-3-25 રોજ વર્ષની પહેલી રાષ્ટ્રીયલોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય ન્યાયાધિશ એલ. એસ. પીરઝાદાના માર્ગદર્શનમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલટાઇમ સેક્રેટરી ડી. ડી. શાહ સહિત ટીમે પ્રયાસ હાથ ધર્યા હતા આ અંગે ડી. ડી. શાહે જણાવ્યું કે લોક અદાલતમાં કેસો મૂકવાથી બન્ને પક્ષની જીત થાય છે કોઇ એક પક્ષને હાર કે જીત થતી નથી જિલ્લા ભરની કોર્ટમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એક્સિડન્ટ ક્લેઇમ પિટિશન, નેગોશિયેબલ ઇન્સ્ટમેન્ટ એક્ટની કલમ 138ના, ચેક રિટર્નના કેસો કેસો તથા અન્ય પ્રકારના કેસો મૂકવામાં આવ્યા હતા જેમાં લોક અદાલતના 6297 કેસ હાથ પર લઇ 5981નો નિકાલ કરી રૂ.13987589 રકમનું સેટલમેન્ટ કરાયું હતું જ્યારે સ્પેશિયલ સિટિંગના 2879 કેસ હાથ ધરાતા 2750 નિકાલ કરાયો હતો પેન્ડિંગ કેસો 974 હાથ પર લઇ 913નો નિકાલ કરી રૂ.272957615 રકમનું સેટલમેન્ટ કરાયું હતું ફેમિલી કોર્ટના 25 કેસ હાથ પર લઇ 15નો નિકાલ કરાયો હતો આમ કુલ 10175 કેસ હાથ પર લઇ 9659નો નિકાલ કરી રૂ.286,945,204 રકમનું સમાધાન કરવામાં આવ્યું હતું.