માલણ ગામે માનવ કલ્યાણ હિત માટે નવચંડી યજ્ઞ નું મહોત્સવ ઉજવાયો ગ્રામજનો દર્શન માટે ઉંમડી પડ્યા

30 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
માલણ ગામે માનવ કલ્યાણ હિત માટે નવચંડી યજ્ઞ નું મહોત્સવ ઉજવાયો ગ્રામજનો દર્શન માટે ઉંમડી પડ્યા.પાલનપુર તાલુકાના માલણ ગામે માનવ કલ્યાણ તેમજ રાષ્ટ્રહિત માટે નવચંડી યજ્ઞ મહોત્સવ ઉજવાયો જેમાં આસપાસના ગ્રામજનો તેમજ સંતોએ ભણતા ભૂલકાઓ હાજરી આપી હતી
માલણ ગામે પ્રજાપતિ વાસમાં શ્રી બ્રહ્માણી માતા તથા લાખણી પૂરી ચેહર માતા મંદિરના પ્રાગણમાં નવચંડી યજ્ઞ ભુવાજી દલપતભાઈ પ્રજાપતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમના આશી વચન લેવા ભણતા ભૂલકાઓ તેમજ સન્માન્ય શ્રી જશોદાબેન મોદી હાજરી આપી હતી આ બારમો યજ્ઞ તથા જાતર.તેલફલ. ધાર્મિક કાર્યક્રમ માં ભક્તો એ યજ્ઞમાં આહુતિ આપી દર્શનનો લાભ લીધો હતો દલપતભાઈ ભુવાજી જણાયુ મારા ત્યાં ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે પશુઓને લીલું ઘાસ પક્ષીઓને ચણ જેવી સેવાકી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છીએ સાંજે પ્રસાદ રૂપે ભજન અને ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે.





