SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યો.

તા.24/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર પોલીસવડા સાહેબની સુચના મુજબ સદરહુ કામગીરી કરવા તથા જીલ્લાના પોલીસ સ્ટેશનો પાસે કરાવવા સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પીઆઇ એચ જે ભટ્ટ, પીએસઆઇ અજયસિંહ ચુડાસમા મહિલા પો.કો. બિદુંબા પી ઝાલાના ઓની નિમણુંક કરવામા આવેલ અને તેઓ દ્વારા રોજે રોજ સદરહુ કામગીરી દરેક પોલીસ સ્ટેશનો પાસે સમયસર કરાવવા બાબતે ખાસ ચીવટ રાખવામા આવેલ અને લખતર પોલીસ સ્ટેશન દ્વારા ઉપરોકત પોર્ટલમાં અરજદાર બહાદુરભાઈ નારાયણભાઈ કુકવાવ રહે મફતીયુ પરૂ લખતર સુરેન્દ્રનગર વાળાનો વીવો Y21 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આજથી બે મહિના પહેલા પડી ગયેલ જે મોબાઇલ ફોનની સમયસર CEIR મોડયુલમાં એન્ટ્રી કરાવવામાં આવેલ અને સદરહુ મોબાઇલ ફોનમા બીજુ સીમકાર્ડનો ઉપયોગ થતાની ઉપરોકત મોડયુલ દ્વારા જાણ થતા તુરત સદરહુ મોબાઇલ ફોન હસ્તગત કરવામા આવેલ અને આ કામના અરજદારને તા.૨૪/૦૬/૨૦૨૪ ના રોજ પરત સોંપવામા આવેલ છે તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના તમામ પ્રજાજનોને જાણ કરવામા આવે છે કે જયારે પણ કોઇનો મોબાઇલ ફોન ચોરાય કે ખોવાય અથવા પડી જાય તો ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડ્યુલમા રજીસ્ટ્રેશન કરાવવા જાણ કરવામાં આવે છે સદરહુ પોર્ટલમાં પ્રજાજનોએ મોબાઇલનું બીલ, આધાર કાર્ડની નકલ તથા પોલીસ સ્ટેશનમાં કરવામા આવેલ ફરીયાદ અરજીની નકલો પોર્ટલમાં જોડવાનુ રહેશે તેવું જણાવ્યું હતું.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button