દુનિયામાં જેલોની જરૂરિયાત શા માટે ? – મહેશ દવે, નિવૃત જેલર ગૃપ 2 સાબરમતી સેન્ટ્રલ જેલ

તા.05/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સમાજ વ્યવસ્થાના ભાગરૂપે દેશના બંધારણમાં નિર્દેશિત કરવામાં આવે કાયદા કાનુનનો જાણે અજાણે કે ઈરાદા પૂર્વક કોઈ વ્યક્તિ ભંગ કરે તેને શિક્ષા તરીકે સમાજ અને તેના પરિવારથી અલગ રાખવાની ચાર દીવાલો વચ્ચેની બંધ જગ્યાને કાનૂની ભાષામાં જેલ, કારાવાસ, કારાગૃહ કે તુરંગ કે પ્રિઝન કહેવામાં આવે છે જેલો વિનાની દુનિયાની પરિકલ્પના ઘડીભર ખુશી આપે છે પણ અશક્ય છે કેમ કે માનવી જન્મજાત ગુનેગાર છે સમગ્ર જીવસૃષ્ટિની તુલનામાં માનવી જેટલો એક આધ્યાત્મિક અને બુધ્ધ્શાળી પ્રાણી બીજું કોઈ નથી છતાં અન્ય કોઈ વિકરાળ કે જંગલી પશુ પ્રાણીઓ માટે જેલોની જરૂરિયાત નથી પણ આ પૃથ્વી ઉપર માનવ જાતનો જન્મ થયો ત્યારથી માનવી માટે જેલોની જરૂરિયાત રહી છે ઈતિહાસ સાક્ષી છે કે દુનિયામાં હમેશા સજ્જન લોકો સાથે દુર્જન લોકોની હયાતી હમેશા રહી છે દુર્જન કે દુષ્ટ લોકો આદિકાળથી સજ્જન લોકોને પરેશાન કરતા રહ્યા છે સતયુગ કે દ્વાપર કે ત્રેતાયુગમાં પણ જયારે દેવીદેવતાઓ અસ્તિત્વમાં હતા ત્યારે પણ દુષ્ટ લોકો જેને કે રાક્ષસ કે પિશાચ અસુર તરીકે ઓળખવામાં આવતા જેઓ તાડકા સુર, હિરણ્ય કશ્યપ કે જલપુત્ર જલંધરના નામે ઓળખાતા હતા જે અસુરો પહેલા કઠોર તપસ્યા થકી દેવી દેવતાઓ પાસેથી જ વિશેષ શક્તિનું વરદાન પ્રાપ્ત કરી દેવી દેવતાઓને જ પરેશાન કરતા યજ્ઞઆદિ ધાર્મિક ક્રિયાઓમાં વિઘ્ન કરતા ત્યારે દેવી દેવતાઓને પણ ભગવાન શિવ કે કોઈ દૈવી શક્તિના શરણે ત્રાહિમામ ત્રાહિમામ કરતા જવું પડતું ત્યારે આવા આસુરી તત્વોના વિનાશ માટે તો દેવતાઓ પણ એમના હાથમાં તલવાર, ત્રિશુલ,ગદા કે સુદર્શનચક્ર કે ધનુષ્ય બાણ જેવા શસ્ત્રો રાખતા એનો મૂળભૂત ઉદેશ્ય જ રક્ષણ માટે અને આસુરી શક્તિનો નાશ કરવાનો રહેલો હતો રાજાશાહી હોય અંગ્રેજ શાહી હોય કે કોઈ પણ સતાધારી પક્ષની ગુન્હેગારને દંડ કરવાની નૈતિક ફરજ બને છે કાનુની દાયરામાં રહીને ગુન્હે ગારને દંડ કરવામાં જો નિષ્ફળ જાય તો દુનિયામાં અરાજકર્તા ફેલાય લોકોની સલામતી જોખમમાં મુકાય છે એટલે પ્રવર્તમાન સમયમાં અસ્તિત્વમાં રહેલ અસામાજિક તત્વોથી સામાજિક લોકોનું રક્ષણ કરવા માટે ક્રિમીનલ જસ્ટીશ સીસ્ટમની પાંખોની ત્રણ પેટા પાંખો પોલીસતંત્ર, ન્યાયતંત્ર અને જેલતંત્ર કામ કરે છે આ ત્રણેય પાંખોની કામગીરી તદન અલગ છે સતાઓ અલગ છે ત્રણેય એકબીજા સાથે સંકળાયેલ પણ છે અને એકબીજાથી ભિન્ન છે એક બીજા વિના અધુરી પણ છે સમાજમાં કોઈ પણ ગુન્હો જયારે પણ બને છે ત્યારે સૌથી પહેલા ભોગ બનનાર પોલીસ સ્ટેશન જાય છે પોતાની સાથે જે અન્યાય થયો હોય જેમ કે ચોરી, લુંટફાટ કે મારામારી, ખૂન કે બળાત્કાર જે કાઈ બન્યું હોય એ બાબતે સબંધિત પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવે છે જેને ફસ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ FIR કહેવામાં આવે છે જ્યાંથી પોલીસ તંત્રની કામગીરી શરુ થાય છે જે ફરિયાદના આધારે પોલીસ પ્રાથમિક તપાસ કરી આરોપીની ધરપકડ કરી પ્રાથમિક કાગળો તૈયાર કરી આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરે છે ત્યાંથી ન્યાયતંત્રની ભૂમિકા શરૂ થાય છે સબંધિત પોલીસ અધિકારી ગુન્હાની ઊંડી તપાસ માટે આરોપીના રીમાન્ડની માંગણી કરે છે એટલે નામદાર કોર્ટ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ યોગ્ય જણાય તો રિમાન્ડ મંજુર કરે છે રિમાન્ડ દરમ્યાન પોલીસ ગુન્હાની ઊંડાણ પૂર્વક તપાસ કરી જરૂરી સાક્ષી પુરાવા તેમજ અન્ય કડીઓ એકત્રિત કરી ગુન્હેગારને સજા થાય એના માટે મર્યાદિત સમયમાં ચાર્જશીટ તૈયાર કરે એ સમય જો સામાન્ય ગુન્હો હોય તો જજમેન્ટ આપવા સુધી આરોપીને કસ્ટડીમાંથી શરતોને આધીન મુક્ત કરવમાં આવે છે અને જો ગંભીર પ્રકારનો ગુન્હો હોય તો ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ કેસનો નિકાલ થવા સુધી સી.આર.પી.સી ૩૪૪ મુજબનું વોરંટ ભરી પોલીસ દ્વારા આરોપીને જેલ હવાલે કરવા આદેશ કરે છે જે હુકમના આધારે પોલીસ આરોપીને જેલમાં સોપવા માટે આવે અને જેલના મેઈન ગેટમાં આરોપી પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશ કરે ત્યાંથી જેલ તંત્રની ભૂમિકા શરુ થાય છે જેલમાં આવતા ગુન્હે ગારોના જેલની સરકારી ભાષા ત્રણ પ્રકાર હોય છે જેમાં અંડર ટ્રાયલ પ્રિઝનર UTP એટલે કે કાચા કામના કેદી જેને આરોપી કહેવામાં આવે છે જેનાં કેસની ટ્રાયલ સબધીત કોર્ટ સમક્ષ ચાલુ કે પેન્ડીંગ હોય છે તથા પાકા સજાવાળા કેદીઓ Sentenced prisoner જેને નામદાર કોર્ટ દ્વારા ગુન્હાની ગંભીરતા ચકાસી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચાર્જશીટને આધારે જરૂરી સાક્ષી પુરાવાને આધારે કાયદામાં રહેલ જોગવાઈ અનુસાર સજા જાહેર કરવામાં આવેલ હોય છે અને પાસા અટકાયતી prevention of Anti Social Activities Act જેને તેના ગુન્હાહિત ઇતિહાસના આધારે સબંધિત પોલીસની દરખાસ્તના આધારે જે તે જીલ્લા કલેકટર જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અથવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરના હુકમના આધારે પોતાના વતનથી દૂરની કોઈ જેલમાં અટકાયતી તરીકે એક વર્ષ માટે અટક રાખવામાં આવે છે જેમાં નામદાર કોર્ટના આદેશની જરૂર રહેતી નથી આવા અટકાયતી સરકારના તાબામાં રહે છે પરંતુ અટકાયતી ઈચ્છે તો ન્યાય મેળવવા માટે ડાઈરેકટ નામદાર હાઈકોર્ટના શરણે જઈ શકે છે.





