GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં SMC ત્રાટકી; પિસ્તોલ, કાર્ટીસ અને એરગન સાથે એક શખ્સની ઘરપકડ :બેની શેધખોળ

 

 

TANKARA:ટંકારામાં SMC ત્રાટકી; પિસ્તોલ, કાર્ટીસ અને એરગન સાથે એક શખ્સની ઘરપકડ :બેની શેધખોળ

 

મોરબી જિલ્લામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થાય તે પ્રકારે એક પછી એક સફળ રેડ એસએમસીની ટીમ દ્રારા કરવામાં આવી રહી છે


મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અગાઉ રેડ કરી ટંકારા તાલુકામાંથી ભેળસેળયુક્ત ઓઈલનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું ત્યારે આજે ફરી સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી ટંકારાની ખીજડીયા ચોકડી પાસે મફતિયાપરા વિસ્તારમાં રહેતા રજાક ઉર્ફે કલ્લુ હસનભાઈ મકવાણાના મકાન અંદરથી ગેરકાયદે રાખવામાં આવેલ એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 25000 રૂપિયા પિસ્તોલ, 150 રૂપિયાનું એક કાર્ટિસ, 1000 રૂપિયાની એક એરગન, રોકડા 10,680 અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 41,830 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રજાક ઉર્ફે કલ્લું હસનભાઈ મકવાણા રહે. ખીજડીયા ચોકડી પાસે મફતિયાપરા ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક દરમિયાન અલ્તાફ રહે. માળિયા મીયાણા વાળાનું નામ સામે આવ્યું છે જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજાક મકવાણા, અલ્તાફ અને અજાણ્યા શખ્સની સામે ટંકારા પોલીસ મથકે કલમ 25(1)(બી)(એ), 29 અને જીપી એક્ટ કલમ 135 મુજબ ગુન્હો દાખલ કરવામા આવ્યો છે બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ.

Back to top button
error: Content is protected !!