શહેરાના ટીમલી ફળિયામાં શંકાસ્પદ માંસનો જથ્થો તેમજ રોકડ અને મોબાઈલ મળી કુલ 45 હજારનો મુદ્દામાલ સહિત સ્થળ પરથી બે ઈસમોને શહેરા પોલીસ ઝડપી પાડયા.
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરાના ટીમલી ફળિયામાં શંકાસ્પદ માંસનો જથ્થો તેમજ રોકડ અને મોબાઈલ મળી કુલ 45 હજારનો મુદ્દામાલ સહિત સ્થળ પરથી બે ઈસમોને શહેરા પોલીસ ઝડપી પાડયા.અન્ય એક ઈસમ ભાગી છૂટ્યો.પશુનું અન્ય જગ્યાએ કટિંગ કરી તેનું માંસ રહેણાંક ઘરમાં વેચાણ કરતા હતા ઈસમો.
શહેરા પોલીસને ખાનગીરાહે બાતમી મળી હતી કે લીમડી ચોકમાં રહેતો સહલ ઉર્ફે છડડો પશુનું કટિંગ કરી ટીમલી ફળિયામાં રહેતા સરવરખાં અન્સારી અને શકીલ અન્સારી તેઓના રહેણાંક ઘરમાં માંસનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા છે,જે બાતમીના આધારે શહેરા પોલીસે બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઈડ કરતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બે ઈસમો ત્યાંથી ભાગવા જતા પોલીસે બંનેને દબોચી લીધા હતા,અને બંને ને તેઓના નામઠામ પૂછતાં સરવરખાં અન્સારી ઉ.વ.32 તેમજ શકીલ અન્સારી રહે.ટીમલી ફળિયું મુળ રહે.વચલો મહોલ્લો શહેરા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઘરમાં તપાસ કરતા પાછળના ખંડમાં એક પ્લાસ્ટિક અને લોખંડના તગારા માં માંસ (મટન) ના ટુકડા મુકેલા હતા અને સ્ટીલના વાટકામાં અલગ-અલગ દરની ચલણી નોટો મળી આવી હતી.વચલા ખંડમાં તપાસ કરતા પલંગની નીચે એક એલ્યુમિનિયમ અને એક પતરાના તગારામાં માંસ (મટન) ના ટુકડા મળી આવ્યા હતા.જેને લઈને પોલીસે માંસ ક્યાંથી લાવ્યો એ બાબતે પૂછપરછ કરતા સહલ ઉર્ફે છડડો રહે.લીમડી ચોક વચ્છેસર તળાવમાં એક બળદનું કટિંગ કરી તેના માંસ(મટન) નો જથ્થો એક કોથળામાં ભરી ઘરે આપી જતો રહ્યો હતો અને અમે તેનું વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે વેટરનીટી ડોક્ટરને સ્થળ પર બોલાવી માંસના જથ્થામાંથી સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની અંગ જડતી દરમિયાન રૂ.4500 ના બે મોબાઈલ 150 કિલો માંસનો જથ્થો જેની કિંમત રૂ.30 હજાર અને રૂ.7460 ની અલગ-અલગ ચલણી દરની નોટો મળી કુલ રૂ.45,960 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને પકડાયેલા બંને ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી અને ફરાર સહલ ઉર્ફે છડડાને પકડવા માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.