GUJARATSABARKANTHA

સ્વરાજ મારો જન્મ સિધ્ધ હક છે” ભારત સ્કાઉટસ ગાઈડસ ધ્વારા મોહનદાસ જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી

“સ્વરાજ મારો જન્મ સિધ્ધ હક છે” ભારત સ્કાઉટસ ગાઈડસ ધ્વારા મોહનદાસ જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી
તારીખ- 2 જી ઓક્ટોબરે સાબરકાંઠા ભારત સ્કાઉટસ ગાઈડસ ધ્વારા ગાંધી જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં હિમતનગર શહેરની વિવિધ શાળાઓ અને કોલેજો એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં ગાંધીજી ની પ્રતિમાને સુતર ની આંટી પહેરાવી ફૂલ અર્પણ કરી શ્રધાંજલિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં સાબરકાંઠા જીલ્લા ભારત સ્કાઉટસ ગાઈડસ ના ચીફ કમિશ્નર શ્રી અતુલભાઈ દીક્ષીત, જીલ્લા સ્કાઉટ કમિશ્નર શ્રી નીતિનભાઈ ગુર્જર, જીલ્લા ગાઈડ કમિશ્નર શ્રીમતી ભારતીબેન ચૌધરી, રેન્જર કમિશ્નર શ્રીમતી સોનલબેન ડામોર, મદદનીશ જીલ્લા ગાઈડ કમિશ્નર શ્રીમતી નિપુર્નાબેન શાહ, જીલ્લા ટ્રેનીંગ ગાઈડ કમિશ્નર શ્રીમતી વૈશાલીબેન પટેલ, પ્રકાશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. હિમતનગર શહેરમાંથી જૈનાચાર્ય આનંદઘનસુરિ વિદ્યાલય, મોતીપુરા પ્રાથમિક શાળા ના સ્કાઉટસ ગાઈડસ બાળકો અને એસ બી મહિલા કોલેજ ની રેન્જર બાળાઓ ઉપસ્થિત રહી હતી.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!