TADA જેવા સંવેદનશીલ કેસોમાં સરકારી વકીલની ભૂમિકા અત્યંત નિર્ણાયક

TADA કેસમા નિર્ણાયક ભૂમિકા રહી મુખ્ય જીલ્લા સરકારી વકીલ ભંડેરીની
જામનગરની સ્પેશ્યલ કોર્ટમા કેસ ચાલ્યો દોષીતોને સજાનો હુકમ થયો
જામનગર (ભરત જી.ભોગાયતા
જામનગર સીટી બી પો.સ્ટેના ૧૫૧/૯૩ જે કેસમા દાઉદ ઇબ્રાહીમ પણ વોન્ટેડ છે તે મુંબઇ બોમ્બ બ્લાસ્ટ અને ગોસાબારા આરડીએક્સ લેન્ડીંગ લગતTADA કેસમા જામનગરના મુખ્ય સરકારી વકીલ શ્રી ભંડેરીની ભૂમીકા નીર્ણાયક રહી છે અને સાથે સરકારે ખાસ નીયુક્ત કરેલા એડવોકેટ તુષાર ગોકાણી પણ ખૂબ સારા વકીલ છે તેમની જહેમત પણખૂબ હતી આ જામનગર સીથયી બી ડીવીઝનના ૧૫૧/૯૩ કેસ જેમા જોડીયા ભુંગા કાવતરૂ ઘડવા આવેલ દાઉદ અનીસ વગેરે વોન્ટેડ હતા જેમને કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે
2017માં ડીજીપી નો ચાર્જ લીધા પછી શ્રી ભંડેરીએ સમગ્ર કેસનો મેં અભ્યાસ કર્યો અને કેસ ચાલુ કર્યો કેસ ચાલતા દરમ્યાન કામના ભારણના કારણે મેં સરકારમાં સ્પેશિયલ પીપી નિમવા માટે દરખાસ્ત કરી મને સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણી કે જેઓ રાજકોટના સિનિયર એડવોકેટ છે તેઓને આમાં નિમણૂક આપવામાં આવી દરમિયાન સદર કેસની તપાસમાં જુદા જુદા દસ જેટલા આઈપીએસ ઓફિસરોએ તપાસ કરેલી દરમિયાન સમગ્ર ટ્રાયલ ચાલતા તુષાર ગોકાણીએ લંબાણ પૂર્વકની દલીલો કરી પ્રશ્યુ કિશન ની ફેવરમાં ચુકાદો લીધેલ છે
TADA જેવા સંવેદનશીલ કેસોમાં સરકારી વકીલની ભૂમિકા અત્યંત નિર્ણાયક હોય છે, કારણ કે તેઓ પોલીસ તપાસને કાયદેસર દિશામાં આગળ ધપાવીને મજબૂત પુરાવા આધારિત દલીલો અદાલતમાં રજૂ કરે છે. આવા કેસોમાં સાક્ષીઓની સુરક્ષા, કબૂલાતના નિવેદનોની કાનૂની માન્યતા અને પ્રોસિજરલ પાલન ખાસ મહત્વ ધરાવે છે, જેથી કેસ ટેકનિકલ ખામીઓના કારણે કમજોર ન બને.
પોલીસ તપાસ અને ચાર્જશીટનું ડ્રાફ્ટિંગ પણ એટલું જ મહત્વનું છે, કારણ કે દરેક તથ્ય, પુરાવો અને ઘટના ક્રમ ચોક્કસ અને કાનૂની માપદંડ મુજબ રજૂ થવો જરૂરી છે. નાની ભૂલ પણ બચાવ પક્ષ માટે ફાયદાકારક બની શકે છે, તેથી તપાસની પારદર્શિતા, દસ્તાવેજીકરણની ચોકસાઈ અને કાનૂની માર્ગદર્શિકાનું પાલન TADA જેવા કેસોમાં ન્યાય પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય ગણાય છે.
📄 TADA કેસ વિગત (જામનગર) –
જામનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ક્રમાંક 151/93 મુજબ TADA અધિનિયમ તથા અન્ય કાયદાઓ હેઠળ કેસ નોંધાયો હતો.
આ કેસમાં આરોપ છે કે ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ પછી દેશમાં અશાંતિ ફેલાવવા, આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અને ભારત સરકાર વિરુદ્ધ સાજિશ માટે વિસ્ફોટકો અને હથિયારો ભારતમાં ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવ્યા.
આ મામલામાં દાઉદ ઇબ્રાહિમ, મુસ્તફા મજનુ શેઠ સહિતના આંતરરાષ્ટ્રીય તત્વો સાથે સંકળાયેલા વ્યક્તિઓએ પાકિસ્તાન અને દુબઈ મારફતે હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો ભારતમાં લાવવા યોજના બનાવી.
📌 ઘટનાક્રમ:
1993 દરમિયાન દરિયા માર્ગે “અલ બહર” નામની લોન્ચ દ્વારા હથિયારો લાવવામાં આવ્યા
તેમાં AK-47 રાઈફલ, હેન્ડ ગ્રેનેડ, બોમ્બ અને વિસ્ફોટકો સામેલ હતા
આ જથ્થો પોરબંદર નજીક દરિયાકાંઠે ઉતારવામાં આવ્યો
ત્યારબાદ ટ્રક મારફતે સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ તરફ મોકલાયો
📌 તપાસ:
1993 થી 2018 સુધી લાંબી તપાસ ચાલી
કુલ 46 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
દાઉદ ઇબ્રાહિમ સહિતના 15 આરોપીઓ ફરાર જાહેર કરવામાં આવ્યા
📌 જપ્ત માલ:
હેન્ડ ગ્રેનેડ
AK-47 રાઈફલ
કારતૂસ
બોમ્બ
વાહનો (કાર, ટ્રક વગેરે)
📌 ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીઓ (ચૂંટંદા નામો):
ઓસમાણ ઉમર કાઝા
મમદ અલીમદ મદનુ
હરું અહમદ સંગર
લાલજી હરીજી કાળીયો
અમીર અલી સદરુદ્દીન ભોજા
અબ્દુલ રફીક વલીમદ
દાઉદ સિદ્દીક
ઇબ્રાહિમ જલારખાન
અલી અસગર સૈયદ
યુસુફ ઇસ્માઈલ
ગુલામ રીસ્તી સુલેમાન
ઇકબાલ અબ્દુલ હસન શેખ
મહમદ હનીફ
અબ્દુલ અહમદ કાદર
અહમદ ઇસ્માઈલ વોલીયા
મહમદ ઇકબાલ અબ્દુલ ગની
જાકૂબ બાવા
સલીમ આજમ
ઇસ્માઈલ સાલે ભાજા
સુલેમાનિયા અબ્દુલિયા
યુનુસ દેવશી
ઓસ્માન અબ્દુલ
અબ્દુલ લતીફ
આરિફ અબ્દુલ રહેમાન
અબ્દુલ કલામ અબ્દુલ અઝીઝ
કૈસર મહમદ યુસુફ
ચંદ્રકાંત આચાર્ય
મહમદ અયૂબ
સલમાન ઇસ્માઈલખાન
મહમદ આરિફ
(કુલ યાદી વધુ મોટી છે — અહીં મુખ્ય નામો આપેલ)
📌 ફરાર આરોપીઓ:
દાઉદ ઇબ્રાહિમ
મુસ્તફા અહમદ ઉમર દોસા
યુનુસ લોટો
ટોની કેરલીયન
યુનુસ ચીકણા
અનવર સંભા (પાકિસ્તાન)
ફિરોઝ અબ્દુલ રહેમાન
અફઝલ દાઉદભાઈ
ગફુર રાજા
હાજી અહમદ ઇબ્રાહિમ
ઇબ્રાહિમ અબ્દુલ રઝાક
અનિશ ઇબ્રાહિમ
શેખ શકીલ
અબ્દુલ સત્તાર
અનિશ મહમદ
📌 કાનૂની કાર્યવાહી:
1993 થી કેસની તપાસ શરૂ
અલગ અલગ ચાર્જશીટ દાખલ
11 આરોપીઓ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા
કેટલાકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
બાકી આરોપીઓ સામે જામનગરની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ચાલ્યો
📌 ચુકાદો:
જામનગરની સ્પેશિયલ TADA કોર્ટ દ્વારા તારીખ 04/05/2017ના રોજ ચુકાદો જાહેર કરવામાં આવ્યો.
આ કેસમાં સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે તુષાર ગોકાણીની નિમણૂંક કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા સરકાર વકીલ સહિત અનેક કાનૂની અધિકારીઓએ કેસની કાર્યવાહી સંભાળી.


અફાઝલ અને તેના અન્ય સાથીદારો સાથે દાઉદ ઇબ્રાહિમ તથા દુબઈ અને પાકિસ્તાન સ્થિત તેના સંગઠનો દ્વારા રચાયેલા કાવતરાં મુજબ જામનગરના સલાયા ખાતે રહેતા ઇસમોએ અને 2003માં દેશભરમાં આતંક મચાવવાના હેતુથી પોરબંદરના ગોસાબારા બંદર ઉપર મોટા પાયે હથિયારોનું લેન્ડિંગ કરાવી દેશના વિવિધ ભાગોમાં મોકલી દીધેલા હતા.
કેસના પુરાવા દરમ્યાન પાકિસ્તાનની મરીન સિક્યોરિટી એજન્સીના અધિકારીઓ પણ હથિયારોની હેરફેર કરાવવામાં સેનાના અધિકારીઓ પણ કાવતરામાં સામેલ હોવાનો માલૂમ પડેલ.
દુબઈમાં દાઉદ ઇબ્રાહિમના ઘરેથી કેવી રીતે કાવતરું રચાયું અને તેને પાકિસ્તાનની મદદથી કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તે તમામ હકીકતો પુરવાર કરવામાં પ્રોસિક્યુશન સફળ રહ્યું.
રિટાયર્ડ આઈપીએસ પી.કે. ઝા તથા સતીશ વર્મા અને હાલ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર મનોજ શશિધર દ્વારા કરવામાં આવેલી તપાસમાં અનેક દિલધડક હકીકતો માલૂમ પડી હતી.
કેસની ગંભીરતા અને કાનૂની અટકણોને દૂર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ હુકમ કરીને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે તુષાર ગોકાણીની નિમણૂક કરવામાં આવી હતી, જે સફળ રહી. આવી ખાસ નિમણૂક ગુજરાતની ધરતી ઉપર આતંકવાદી પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.
દાઉદ ઇબ્રાહિમની સૂચના મુજબ ભારતમાં હથિયારો ઘુસાડવાના ગુનામાં 12 આતંકીઓ દોષિત ઠર્યા.
આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ ગુજરાત સરકારની મોટી સફળતા નોંધાઈ.
સરકાર દ્વારા ખાસ નિયુક્ત વકીલ તુષાર ગોકાણી તથા તેમની ટીમની સફળ રજૂઆત રહી.
સજા પામેલ આરોપીઓનું લિસ્ટ
ક્રમ
આરોપીનું નામ
1
ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉમર કુરેશી
2
આમદ અલીમહમદ ઉર્ફે મહમદ
3
હારુન અદામ સંઘાર વાઘેર
15
અહેમદ ઇસ્માઈલ અબેલિયા
24
આરિફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરિફ લંબુ લાબમડી (મેમણ)
26
ઇકબાલ મહમદ યુનુસ અન્સારી
28
મહમદ અયુબ અબ્દુલ કયુમ અન્સારી ઉર્ફે અયુબ ટકલા
32
લાલમિયા હરદાસ અય્યાર વસવા
34
મહમદ સલીમ ઉર્ફે મહમદ ઉર્ફે સલીમ કુરા
38
ઉમરમિયા ઉર્ફે મુમિનમિયા ઇસ્માઈલ મિયા ઉર્ફે પંછુમિયા સૈયદ બુખારી
44
ઇસ્તિયાક અહેમદ મહમદ યુનિસ અન્સારી
46
કાદિર અહેમદ અમીન અહેમદ શેખ
_________
રીપોર્ટ બાય
ભરત જી.ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi)
8758659878
bhogayatabharat@gmail.com






