વિજાપુર તાલુકાના દેવપુરા ગામના ખેડૂત અને મણિપુરા ગામના યુવક સાથે તાંત્રિક વિધિ કરી પૈસા નો વરસાદ કરી આપવાની વાત કરી રૂપિયા ૧૪ લાખ ૪૦ હજાર પડાવતા ત્રણ સામે ફરીયાદ નોંધાઈ
વિજાપુર તાલુકાના દેવપુરા ગામના ખેડૂત અને મણિપુરા ગામના યુવક સાથે તાંત્રિક વિધિ કરી પૈસા નો વરસાદ કરી આપવાની વાત કરી રૂપિયા ૧૪ લાખ ૪૦ હજાર પડાવતા ત્રણ સામે ફરીયાદ નોંધાઈ
હર્ષ ઊર્ફે હિરેન હસમુખ વારિયા ની અટકાયત તાંત્રિક બાવો તેમજ એક અન્ય ઈસમ સહિત ત્રણ સામે ફરીયાદ
વિજાપુર દેવપુરા નજીક સ્મશાન તાંત્રિક વિધિ કરી ઠગાઈ કરવા આવેલ ઠગ ને મેહસાણા હાઇવે સરદાર બાવલા પાસે થી પોલીસે કાર સાથે ઝડપી લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના દેવપુરા ગામના ભરત ભાઈ પટેલ સાથે વર્ષ ૨૦૨૧ મા ગાંભોઇ વાવડી ગામે ગાયો લેવા ગયા હતા. તે વખતે ગૌતમ ભાઈ એ કહ્યું હતુકે હું રૂપિયા નો વરસાદ વરસાવવા નુ કામ કરુ છું અને તેઓએ રૂપિયા નો વરસાદ કરી બતાવ્યા સાત હજાર આપેલ અને કહેલ મારા ગુરુ વધારે રૂપિયા નો વરસાદ કરી આપે છે.તેમની સાથે મીટીંગ કરાવી આપીશ ત્યારબાદ એક બે મહિના બાદ તેઓએ ફોન કરી બોલાવી તેમના સાથે સંપર્ક કરાવી આપતા તેઓએ પોતાનું નામ ગુરુ કમલેશ ઊર્ફે મહાકાલ મનુ ભાઈ જોશી જણાવ્યું હતુ તેઓએ સ્મશાન મા બાબરા ભૂત ને પ્રસન્ન કરી રૂપિયા નો વરસાદ કરી આપે છે.જેના માટે ધૂપ કરવા માટે પાંચ લાખ રૂપિયા જરૂર પડશે તેના માટે રૂપિયા પાંચ લાખ આપ્યા હતા.તેમની સાથે ડ્રાયવર હર્ષ ઊર્ફે હિરેન વારીયા પણ હતો.તેના પછી મહાકાલ ઊર્ફે કમલેશ જોશી નો ફોન આવેલ કે રૂપિયા બે લાખ મોકલાવો જે આંગડિયા પેઢી ના મારફત મહાકાલ ના નામથી ભુજ મોકલાવ્યા હતા.આ બાબતે ભરત ભાઈ પટેલે મણિપુરા રહેતા પોતાના ભત્રીજા પિયુષ ભાઈ પટેલ ને કરી હતી. તેઓ પણ રૂપિયા નો વરસાદ ની વાત સાંભળતા લાલચ મા આવી જતા ધૂપ માટે તાંત્રિક વિધિ માટે આંગડિયા થી પાંચ લાખ પચાસ હજાર મહાકાલ ના નામથી આંગડિયા કરી આપેલ ત્યાર બાદ દેવપુરા સ્મશાન ખાતે રાત્રીના સમયે બોલાવતા પિયુષ ભાઈ સ્મશાન ખાતે ગયેલ જ્યાં થેલો ભરી કમલેશ ઊર્ફે મહાકાલ બેઠો હતો. જ્યાં લોક કરેલ થેલો આપ્યો હતો જે ત્રણ દિવસ પછી ખોલવાનું કહ્યું હતુ ત્યાર બાદ મહાકાલ નો ફોન આવ્યો હતો. દોઢ લાખ મોકલશો તો રૂપિયા નો વરસાદ થશે જેથી પિયુષ ભાઇ પટેલે કમલેશ મહાકાલ ના કહેવાથી રૂપિયા ૧,૫૦,૦૦૦/- નો આંગડિયા રાજકોટ કરાવ્યા હતા આમ બંને કાકા ભત્રીજા સાથે ત્રણ ઈસમો એકબીજા ની મેળપણા મા રૂપિયા ૧૪ લાખ ૫૦ હજાર નુ કરી વિશ્વાસ મા લઈ તાંત્રિક વિધિ થી પૈસા નો વરસાદ કરી આપવા ના બાબતે ભરત ભાઈ પટેલે પોલીસ મથકે ત્રણ ઈસમો ગૌતમ પંચાલ રહે ગાંભોઇ હિમતનગર સાબરકાંઠા તેમજ કમલેશ ઊર્ફે મહાકાલ મનુ ભાઈ જોશી રહે રાજકોટ ગ્રામ્ય સી ૧૦૬ પુષ્કર ધામ એપાર્ટમેન્ટ નાનામવા રાજકોટ તેમજ હર્ષ ઊર્ફે હિરન હસમુખ ભાઈ વારીયા સામે વિશ્વાસ ઘાત છેતરપિંડી કરી રૂપિયા ૧૪ લાખ ૫૦ હજાર પડાવી લેવાની ફરીયાદ નોંધાવી છે. પોલીસે ત્રણ પૈકી એક આરોપી હર્ષ ઊર્ફે હિરન હસમુખ ભાઈ વારિયા ની સરદાર બાવલા મેહસાણા હાઇવે રોડ ઉપર થી અટકાયત કરી કાર માથી રૂપિયા બનાવવા નો પ્રિન્ટર તાંત્રિક વિધિ ના સમાન ખોપડી સહિત સામાન જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.