GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણ વાસીઓ મહત્તમ મતદાન કરે તે માટે દરેક વર્ગના લોકોને સમજૂત કરતું તાલુકા ચૂંટણી તંત્ર

ગ્રામ્ય મજૂર વર્ગ, શાકભાજીનાં ફેરિયાઓ, યોગ સાધકોને મતદાનની મહત્તા સમજાવી મતદાર સંકલ્પ પત્રિકાનું વિતરણ કરાયું.

તા.14/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગ્રામ્ય મજૂર વર્ગ, શાકભાજીનાં ફેરિયાઓ, યોગ સાધકોને મતદાનની મહત્તા સમજાવી મતદાર સંકલ્પ પત્રિકાનું વિતરણ કરાયું.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો જાગૃત થઈને અચૂક મતદાન કરે તે માટે “સ્વીપ” અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે લોકશાહીનાં આ મહાપર્વમાં સમાજનો દરેક વર્ગ ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે ૬૨-વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા જુદા જુદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અન્વયે ૬૨-વઢવાણ વિધાનસભા મતદાર વિભાગમાં ૫૦% કરતા ઓછું મતદાન હોય તેમજ પુરુષ અને સ્ત્રી મતદારના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલો હોય તેવા તમામ મતદાન મથકોએ “ચુનાવ પાઠશાળા કાર્યક્રમ” અંતર્ગત ગ્રામ્ય મતદારોને મતદાન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમજ મતદાન અંગેની જાણકારી આપી અવશ્ય મતદાન કરવા માટે આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ મતદાન કરવાથી એક પણ મતદાર વંચિત ન રહે તે માટે તમામ ગ્રામ્ય મજૂર વર્ગ સહિત શાકભાજીનાં ફેરિયાઓને પણ મતદાનની મહત્તા સમજાવી મતદાર સંકલ્પ પત્રિકાનું વિતરણ કરી સહપરિવાર અવશ્ય મતદાન કરવા સમજુત કરવામાં આવી રહ્યા છે તદુપરાંત વઢવાણના શહેરી વિસ્તારમાં જુદી જુદી સોસાયટીઓમાં ચાલતા યોગ વર્ગમાં પણ મહિલા મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત યોગ સાધક મહીલાઓ યોગની સાથે મતદાન પ્રત્યે પણ જાગૃતતા દાખવી પરિવાર અને સખીઓ સાથે અવશ્ય મતદાન કરે તેમજ અન્યને પણ માહિતગાર કરી મતદાન માટે પ્રેરિત કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!