આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત મુવાલીયા પોલીટેકનિક અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટીબી અવેરનેસ કાર્યક્રમ યોજાયો

તા.૨૦.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત મુવાલીયા પોલીટેકનિક અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટીબી અવેરનેસ કાર્યક્રમ યોજાયો
દાહોદના મુવાલીયા ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત પોલીટેકનિક અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. અલ્પના જૈનના અધ્યક્ષસ્થાને NSSના વિદ્યાર્થીઓને ટીબી અંગે વિસ્તૃત અને માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ટીબીની વાસ્તવિક પરિસ્થિતિ, ટીબીનો ફેલાવો કેવી રીતે થાય છે, ટીબીના મુખ્ય લક્ષણો, સમયસર નિદાનનું મહત્વ, નિદાનની પ્રક્રિયા તથા ટીબીની સારવાર ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાય તે અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.તેમજ ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ જનભાગીદારીપૂર્ણ બનાવવા માટે વિદ્યાર્થીઓને ‘ટીબી મુક્ત ભારત’ એપ ડાઉનલોડ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ટીબી મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.કાર્યક્રમમાં 100 જેટલા વિદ્યાર્થીઓ તથા કોલેજ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો NSSના વિદ્યાર્થીઓને આહ્વાન કરવામાં આવ્યું હતું કે, તેઓ પોતે ટીબી અંગે જાગૃત બને અને પોતાના પરિવાર, મિત્રો તથા આસપાસના સમાજમાં વધુમાં વધુ લોકોને ટીબીના લક્ષણો, સમયસર તપાસ અને સંપૂર્ણ સારવાર અંગે માહિતગાર કરી ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને.આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એફ. જી. સૈયદ, NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. સચિન શ્રીકાંત, ગોધરા કોલેજના પ્રોગ્રામ ઓફિસર, કોલેજના અન્ય કર્મચારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ટીબી અંગે વૈજ્ઞાનિક સમજણ વિકસાવવાનો તથા તેઓને ટીબી મુક્ત ભારતના જનજાગૃતિ અભિયાનના સક્રિય દૂત તરીકે જોડવાનો રહ્યો હતો





