કાલોલ ના દસ વર્ષીય ખલીલએહમદે રમઝાનના આકરી ગરમીમાં એક મહિનાના રોઝા રાખી દેશ માટે દુવા માગી
તારીખ ૦૧/૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમીમાં રોઝા રાખવા સહેલી વાત નથી પણ નાના ભૂલકાઓ પણ રોઝા રાખીને રમઝાન માસ ઉજવતા હોય છે
રમઝાન માસમાં રોઝા રાખવા પાછળનું કારણ એ છે કે વ્યક્તિ પોતાના અંદરની દરેક ખુબી આદતો થી દૂર રહી પોતાના જીવનમાં સંયમતા (સબ્ર) પેદા કરવા અને પોતાની નફ્સ પર કાબૂ રાખવાનું હોય છે રોઝો રાખીને વ્યક્તિ દિવસ દરમિયાન કાંઈ પણ ખાતો પીતો હોતો નથી આવી ઇબાદત કોઈ નાનો બાળક કરે એ અદભુત પૂર્વ કહીં શકાય એ કામ કાલોલ શહેરમાં આવેલી અલમસ્ત હોટલના સહ માલિક નઇમએહમદ વાઘેલાના દસ વર્ષીય પુત્ર ખલીલએહમદ વાઘેલા એ પોતાના જીવનમાં પ્રથમ વખત કાળઝાળ ગરમી વચ્ચે એક મહિનાના સળંગ રોઝા રાખી નમાઝ તરાવીહ પડી ખુદાની ઇબાદત કરી હતી અને સમગ્ર વિશ્વ સહિત ખાસ કરીને ભારત દેશમાં ચેન સુકુન સાથે અમનોઅમન બરકરાર રહે અને હિન્દુ-મુસ્લિમ માં ભાઇચારાની ભાવના મજબૂત બને તે માટે ખાસ દુવા કરી હતી.