લીંબડી તાલુકાના ભોયકા ગામે 10મો બુક વિતરણ કાર્યક્રમ તથા વિશેષ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
તા.10/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આ કાર્યક્રમમાં ભોયકા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના સરકારી ફરજમાંથી નિવૃત થયેલ 12 તથા હાલમાં ફરજ બજાવતા 32 કર્મચારીઓને અને ડોક્ટર એન્જિનિયર, ફિઝિયોથેરાપિસ્ટ, CA, એડવોકેટ, ફાર્માસિસ્ટ વગેરે જેવી વિશેષ ડિગ્રી મેળવી સમાજનું તથા ગામનું નામ રોશન કરનાર તમામ વ્યક્તિઓનું મોમેન્ટો, સાલ અને બુકે દ્વારા વિશેષણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વણકર સમાજના આગેવાનો તેમજ અન્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ધોરણ 09 થી 12 માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ 55 જેટલા વિદ્યાર્થીઓને એક વર્ષ માટે ઉપયોગી થઈ શકે તેટલી સ્ટેશનરી, નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા વણકર વિકાસ સોસાયટીના માનનીય સભ્યો જી. કે. ચાવડા, પ્રવીણભાઈ એમ. રાઠોડ, એસ. બી. ચૌહાણ, દિનેશભાઈ બી. ચૌહાણ, મોતીભાઈ વી ચૌહાણ, જગદીશભાઈ આર. ચૌહાણ, એમ. કે. ચાવડા અને ગામના પંચ ભાઈઓ વિગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.