GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર કે કે હાઈસ્કુલ ખાતે ૨૧ મો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ધારાસભ્ય અને સાંસદ ની હાજરીમા યોજાયુ
તારીખ ૩૦/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ ગોધરા, પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરી ગોધરા, પંચમહાલ જિલ્લા વિજ્ઞાન મંડળ ગોધરા અને શ્રી કે. કે. હાઈસ્કુલ, વેજલપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૨૧ માં વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શનને કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવે ઉદઘાટન કરી ખુલ્લુ મુક્યુ આ પ્રસંગે વેજલપુર કે કે હાઇસ્કુલ ના પ્રમુખ સતિષભાઈ શેઠ અને મંત્રી દેવેન્દ્રભાઇ મહેતા હાજર રહી સૌ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.