BANASKANTHAGUJARATLAKHANI

લાખણી ના વાસણા ની ગોગાપુરા શાળા નો ૩૮ મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ થી ઉજવાયો

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાની ગોગાપુરા (વા) પ્રાથમિક શાળા ખાતે શાળાના ગૌરવપૂર્ણ ૩૮મા સ્થાપના દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્રણ દાયકાથી વધુ સમયથી શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતી આ શાળાના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર પરિસરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો ગોગાપુરા

શાળાના આચાર્યશ્રી મકવાણા પ્રકાશભાઈ મેવાભાઈએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. વાસણા તથા આજુબાજુ સેન્ટર ના શિક્ષકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગોગાપુરા સ્કુલ સ્થાપના દિવસ નિમિત્તે સ્કુલ મા તિથી ભોજન પણ બળકો ને આપવા મા આવ્યું હતુ
આ ગૌરવપૂર્ણ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના અધ્યક્ષશ્રી તેમજ તમામ SMC સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળીને પ્રીતિ ભોજન લીધું અને કાર્યક્રમના અંતે આચાર્યશ્રી મકવાણા પ્રકાશભાઈ મેવાભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ SMC સભ્યો, ગ્રામજનો અને સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!