હાલોલ:કલરવ શાળામાં ૩૮માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૭.૨૦૨૪
1 ઓગસ્ટ એટલે કલરવ શાળાનો સ્થાપના દિવસ. 1 ઓગસ્ટ 1986 માં કલરવ શાળાની સ્થાપના કરવામાં આવી હતી.તે દિવસ થી શરૂ થયેલ કલરવ શાળા ધીમે ધીમે પ્રગતિના પંથે ચાલતા આજે નર્સરી થી લઈ ધોરણ 12 સુધીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ તથા ઘણા બધા ક્ષેત્રોમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી ચૂક્યું છે. આ શાળાનું નામ દેશ તેમજ વિશ્વસ્તર પર ગુંજતું કર્યું છે આ સફળતાનો શ્રેય શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ,શિક્ષક ગણ તથા શાળાના અધિસ્થાપક એવા ડૉ .કલ્પનાબેન જોશીપુરા, શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરા નો શાળા માટે કરેલ અથાગ પ્રયત્નનો ખુબ અગત્યનો ફાળો રહેલો છે.શાળાના તમામ વિદ્યાર્થીઓ જેમ બીજા ઉત્સવોને ભવ્ય ઉજવણી કરે છે તેવી જ રીતે શાળાના સ્થાપના દિનની પણ એક ઉત્સવની માફક ભવ્ય રીતે ઉજવે છે. વિદ્યાર્થીઓ પોતાના વર્ગને રંગોળી પુષ્પો તેમજ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને વર્ગને સરસ રીતે શણગારે છે. આ દિવસે વિદ્યાર્થીઓ વિવિધ સંકલ્પો લે છે અને શાળાના આચાર્યને શુભેચ્છા કાર્ડ પણ આપે છે .જેમાં તેમની આંતરિક કલા શક્તિ અને શાળા પ્રત્યેના પ્રેમનો અનુભવ થાય છે.એ સાથે જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ વેકેશનમાં આવે છે એ તમામ વિદ્યાર્થીઓ પણ પોતાના જન્મદિવસની ઉજવણી આ જ દિવસે કરે છે .આચાર્ય દ્વારા શાળાના તમામ બાળકોને કેક આપવામાં આવે છે .અને તે દિવસે સાંજે દીપ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે.જેને લઇ શાળા ખાતે ગુરુવારના રોજ ૩૮માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.