BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરામા વાલ્મિકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કાંકરેજ દ્વારા ૫ મો સમુહલગ્નોત્સવ યોજાયો…

કાંકરેજ તાલુકાના થરામા વાલ્મિકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કાંકરેજ દ્વારા ૫ મો સમુહલગ્નોત્સવ યોજાયો...

કાંકરેજ તાલુકાના થરામા વાલ્મિકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કાંકરેજ દ્વારા ૫ મો સમુહલગ્નોત્સવ યોજાયો…
  અત્યારના જમાનામાં  મોંઘવારી એ માજા મૂકી છે ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમા મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખુબજ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ના હોવાથી ઉછી-પાછી કરી પોતાની દીકરી તેમજ દીકરાઓ પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા સમાજ ખોટા ખર્ચા થી બચે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારી માં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમ પૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરી ને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશય થી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજી બાપુ ગુરૂશ્રી વસંતજીબાપુ દેવ દરબાર જાગીરમઠની પાવન નિશ્રામાં વીરભામાશાઓ કહી શકાય એવા દિવ્યાત્માઓ સ્વ. મુક્તાબેન ચરતલાલ શિવરામભાઈ ઠક્કર પરિવાર ના હર્ષદભાઈ ઠક્કર,નિરંજનભાઈ ઠક્કર અને સ્વ. કીર્તિલાલ અમરતલાલ ફોફાણી પરિવાર ના અતુલભાઈ શાહ,પ્રમોદભાઈ શાહ,દિનેશભાઈ શાહ સહીત થરા શહેર વહેપારી મંડળના સહયોગથી વાલ્મિકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મંગળભાઈ રાઠોડ,ઉપ પ્રમુખ બળવંતભાઈ મેમદાવાદીયા, મહામંત્રી ચમનભાઈ મકવાણા રાણકપુર સહીત ટ્રસ્ટના સભ્યો ના પ્રયત્નોથી તા.૨૭/૦૩/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે માનવ સભ્યતા પવિત્ર સંસ્કારની વેદિકા સન્મુખ સમાન ભૂદેવો ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પાંચમો સમૂહ લગ્નોત્સવ દીઓદર રોડ થરા ખાતે યોજાયો હતો. દાંપત્ય જીવનના પથ પર પ્રસ્થાન કરનાર ૧૮ નવ યુગલોને સ્વ. લલીતાબેન ઠક્કર- અમદાવાદ, અરજણભાઈ પટેલ (શંકર ટીમ્બર માર્ટ) થરા, અંબાલાલ પટેલ તાણા,ચીનુભાઈ શાહ થરા, રાજુ ઠક્કર લાટી,મહેન્દ્રભાઈ તથા સુરેશ જોષી શિહોરી, ધીરજકુમાર કે.શાહ,વિજયભાઈ ઠક્કર ટેસ્ટી,સ્વ. રાજીબેન સગરામભાઈ પ્રજાપતિ પરિવાર નાથપુરા, જયંતીભાઈ પ્રજાપતિ કોઠારી સહીત અનેક દાતાઓએ પાનેતર સેટ દરેક દીકરીને, વરરાજા ને એક જોડી કપડા, મંગળસૂત્ર,સોનાની ચૂંક બેડ,ગાદલા, સોફાસેટ, ઘરઘંટી, એલઈ.ડી.ટીવી,તિજોરી,ટેબલખુરશી,રજાઈ,ઓશીકા, પિત્તળ ના ગોળા તમામ ઘરવખરી સહિત ટોટલ ૨૦૫ વસ્તુઓ કરિયાવરમા આપવામાં આવી હતી.આખજ ગુરૂગાદીના સંતશ્રી મોજીરામ બાપુ,સમી ગુરૂગાદીના સંતશ્રી ખેમદાસબાપુ,ત્રિભુવન મહારાજ આખજ, સીતારામ બાપુ ઓઢવા, ગિરધર દાસબાપુ સમી,ચેખલા આચાર્ય અમૃતરામબાપુ,ખસા આચાર્ય બાબુરામબાપુ સહીત વાલ્મિકી સમાજના ધર્મગુરૂઓએ નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બાબારી ટીમ થરાના અણદાભાઈ પ્રજાપતિ સહીત દરેક કાર્યકરોએ અથાગ મહેનત કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530

Back to top button
error: Content is protected !!