GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણના બોડા તળાવ પાસે બાઈક સવાર પરિવારને હડફેટે લઈ ફરાર કાર ચાલક ઝડપાયો

તા.05/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ બોડા તળાવ પાસે જાહેર રોડ ઉપર હોન્ડા સાઇન મો.સા. રજી. નં. જી.જે.-13-આ-5660 વાળાના ચાલક સલીમભાઇ રજબભાઇ કગથરા રહે વઢવાણ, નવા દરવાજા અંદર વઢવાણ વાળા તેઓના પત્નિ શાહીનાબેન તથા તેમની દિકરી નસરીન ઉવ.સાત વાળી સાથે પોતાના ઘર તરફ જઇ રહેલ હતા તે દરમ્યાન એક સફેદ કલરની ક્રેટા ફોર વ્હીલ ગાડી રજી. નં. જી.જે.- 01-ડબ્લ્યુ.એસ.-2100 વાળીના ચાલક રણજીતભાઇ કાંતીલાલ મકવાણા મેમકા તા.વઢવાણ સુરેન્દ્રનગર વાળાએ પોતાના કબજા ભોગવટા વાળી ગાડી પુરઝડપે અને બેદરકારીથી ચલાવી બીજા માણસોની જીંદગી જોખમાય તેવુ જાણવા છતા પોતાનું વાહન પુરઝડપે ચલાવી હોન્ડા સાઇન મો.સા.ની પાછળના ભાગે ભટકાડી ગંભીર ઇજાઓ કરેલ હતી આ ગંભીર અકસ્માતના બનાવની જાણ થતા સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાહન તેમજ પોલીસ સ્ટાફના માણસો તાત્કાલીક એકશનમાં આવી ઘટના સ્થળે પહોંચી આ અકસ્માતમાં ઇજા પામનાર માણસોને તાત્કાલીક હોસ્પીટલ ખાતે મોકલી આપી જાહેર રોડ ઉપર ટ્રાફીકનો પ્રશ્ર્ન ન સર્જાય તે માટે અકસ્માત થયેલ વાહનોને રોડની સાઇડમાં રાખી જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલ હતો તેમજ આ અકસ્માત વાહન પુરઝડતે અને ગફલત ભરી રીતે વાહન ચલાવનાર ઇસમ રણજીતભાઇ કાંતીલાલ મકવાણા રહે મેમકા વઢવાણ જી.સુરેન્દ્રનગર વાળા વિરુધ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવામાં આવેલ હતી ગુનામાં વાપરાયેલ ક્રેટા ફોર વ્હીલ ગાડી રજી. નં. જી.જે.-01-ડબ્લ્યુ.એસ.-2100 વાળી ગાડી એફ.એસ.એલ. પરીક્ષણ તેમજ આર.ટી.ઓ. ચકાસણી કરાવવા માટે કબજે લઇ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે આ ક્રેટા વાહન ચાલકને કાયદાનું ભાન થાય અને બીજા વાહન ચાલકોમાં દાખલો બેસે તે હેતુથી વાહન ચાલક સામે સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે ગુ.2.નં-11211056250560/2025 મુજબનો ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી રણજીતભાઇ કાંતીલાલ મકવાણા રહે.મેમકા વઢવાણ વાળા જેલના સળીયા પાછળ ધકેલી મુકવામાં આવેલ છે આ કામગીરી સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પો.સ્ટે.ના ઇન્ચાર્જ પીઆઈ એ.આર.પટેલ સાહેબ તથા પો.હે.કો જયેન્દ્રસિંહ બળવંતસિંહ તથા સુરેશભાઇ લાલજીભાઇ તથા સીણાભાઇ જીલાભાઇ વાળા નાઓએ તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Back to top button
error: Content is protected !!