GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

હાલોલ કોર્ટ નાં સજા વોરંટ ના છેલ્લા એકાદ વર્ષ થી સજા થયેલ આરોપી કાલોલ પોલીસનાં હાથે ઝડપાયો.

 

તારીખ ૨૧/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અત્રેના જીલ્લામાં વોરંટ નાં આરોપીઓને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પી.આઈ.આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન. વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી તેમજ હુમન ટેકનીકલ સોસીસ નાં આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, નામદાર એડી.સીવીલ કોર્ટ હાલોલ નાં ક્રિમીનલ કેસ નં.૫૪૦/૨૦૧૯ નાં કામે ધી નેગો ઈન્સટુમેન્ટ -૧૩૮ હેઠળ નાં ગુનામાં છ માસ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ તારીખ ૧૦/૦૬/૨૦૨૪ નાં થયેલ આરોપી કલ્પેશભાઈ ભીખાભાઈ પટેલ હાલ માં કાલોલ રામજી મંદિર પાસે ઉભેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે સદર જગ્યાએ જઈ સદરી આરોપીને પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી સદર ઇસમ ની પૂછપરછ કરતા જણાવે છે કે આ કામે સજા થયેલ હોય જેથી બેંગ્લોર ભાગી ગયેલ હતો અને બે દિવસ અગાઉ કાલોલ આવેલ તેવું જણાવતો હોય અને તેને પકડી નામદાર કોર્ટ નાં હુકમ આધારે ગોધરા સબજેલ ખાતે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!