વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-૧૮ ડિસેમ્બર,આજ રોજ ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આવતીકાલ તા. ૧૮ ડિસેમ્બર,૨૦૨૪ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૪મો વાર્ષિક પદવીદાન સમારોહ કચ્છ યુનિવર્સિટી પરિસરમાં યોજાશે.આ વાર્ષિક પદવીદાન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલશ્રીની સાથે કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રી ડૉ. મોહન પટેલ, વૈદિક મિશન ટ્રસ્ટના સ્વામી ધર્મબંધુજી, સામાજિક અગ્રણીશ્રી આર.આર.પટેલ, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી ડૉ. અનિલ ગોર સહિતના મહાનુભાવોની હાજરીમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.