DAHODGUJARAT

દાહોદ પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી 

તા.૨૩.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી

વર્ષ-૨૦૨૫ ની થીમ.”Yes! We Can End TB: Commit, Invest, Deliver”આવો વિશ્વ ટીબી દિવસ નિમિતે આપણે ટીબીની માહિતી સમાજમાં આપીએ અને સરકાર તરફથી મળતી વિનામૂલ્યે નિદાન, સારવારની સેવાઓ માટે સમાજના માર્ગદર્શક બનીએ.દાહોદ જીલ્લા ના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દાહોદ ખાતે 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અન્વયે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવતના અધ્યક્ષ સ્થાને તથા , જીલ્લા ક્ષય અઘિકારી ડૉ આર. ડી. પહાડીયા, તબીબી અધિકારી ડૉ અમરસિંગ ચૌહાણ, અને બ્રહ્માકુમારીના ઉર્મિલા દીદી ની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્ષ 2024 ના વર્ષ દરમ્યાન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે વર્ષ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા, ફતેપુરા , ધાનપુર અને ગરબાડા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વજેલાવ , પાટીયા , દેગાવાડા, તથા આયુષ્માન આરોગ્ય મંદિર AAM ભીંડોલ , નિંદકાપૂર્વ -2 , કંજેટાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તેમજ કંથાગર 1, પરમાર ના ખાખરીયા, કંજેટા સબ સેન્ટર ના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ને વર્ષ 2024 દરમ્યાન NTEP અંતર્ગત સારી કામગીરી કરવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તમામ ને અભિનંદન પાઠવવામાં આવ્યા આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર મેડીકલ ઓફીસર CHO, લેબ ટેક ફાર્માસિસ્ટ,MPHW આશા સહીત ક્ષય નિર્મૂલન કાર્યક્રમના કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા કાર્યક્રમને અંતે આભાર વિધી કરતા જીલ્લા ક્ષય અઘિકારી પહાડીયા દવારા તમામનો આભાર વ્યકત કરવામાં આવ્યો તથા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનાં સહયોગ થકી કાર્યક્રમ સફળ રહ્યો

Back to top button
error: Content is protected !!