AMRELIGUJARATRAJULA

રાજુલા શહેરમાં કોહિનૂર મોટર્સ ની શુભ શરૂવાત

યોગેશ કાનાબાર
રાજુલા

રાજુલા માં ટાટા મોટર્સ દ્વારા વધુ એક સુવિધા

રાજુલા શહેરમાં કોહિનૂર મોટર્સ ની શુભ શરૂવાત ..

.

રાજુલા શહેરમાં આવેલ હિંડોરણા ચોકડી પર ટાટા મોટર્સ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો જે કોહિનૂર મોટર્સના નામથી હિંડોરણા ચોકડી ઉપર અધતન વર્કશોપ પરમ પૂજ્ય મહંત બાબુભાઈ બાપુ ( રૂખડ ભગતની વાવડી )ના તેમજ સાધુ સંતો તેમજ આવેલ તમામ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ વર્કશોપ ને ખુલ્લો મુકવામાં આવ્યો રાજુલા તાલુકામાં અલ્ટ્રાટેક તેમજ પીપાવાવ પોર્ટ. સિન્ટેક્સ જેવી વિવિધ મહાકાય કંપનીઓ આવેલી હોય ત્યારે રાજુલા શહેરમાં ટાટા મોટર દ્વારા લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને વધુ એક સુવિધા આ વિસ્તાર માં કોહિનૂર ગ્રુપ દિલુભાઈ વરુ દ્વારા આ કોહિનૂર મોટર્સ ખુલ્લું મુકવામાં આવ્યું આ પ્રસંગે સંતો મહંતો શહેરના અગ્રણીઓ ગૌતમભાઈ વરુ માજી તાલુકા પ્રમુખ જાફરાબાદ.. ડોક્ટર ખુમાણ સાહેબ. જોરુભાઈ વરુ લોકસાહિત્યકાર ભરતભાઈ તલાટી. કાળુભાઈ કનકેશ્વરી એન્ટરપ્રાઇઝ તેમજ ચેતનભાઇ શિયાળ તેમજ અમરદાસ બાપુ ભરતભાઈ રાજ્યગુરુ સહિતના અનેક વેપારીઓ રાજકીય આગેવાનો તેમજ ટાટા કંપનીના
તનવીર શર્મા સેલ્સ હેડ ઓફિસર તેમજ શ્રી સુધાંશુ શર્મા કસ્ટમર સપોર્ટ મેનેજર સહિત ટાટા મોટર્સના વિવિધ અધિકારીઓ ખાસ અતિથિ વિશેષ હાજર રહેલા અત્રે એક રાજુલા શહેરમાં ખૂબ જ મોટું નામ એટલે કોહિનૂર ગ્રુપ આ કોહિનૂર ગ્રુપ દ્વારા વિવિધ ક્ષેત્રે પોતાની વિશેષ સેવાઓ આપી રહ્યા છે ત્યારે વિશેષ બાબત એ બાબત છે કે થોડા જ દિવસો પહેલા સોમનાથ ભાવનગર હાઇવે પર નાગેશ્રી ગામ નજીક દિલુભાઈ વરુ એ શિવશક્તિ હોટલ પણ ખુલ્લી મુકવામાં આવેલી અને આ હોટેલમાં યાત્રાળુ માટે રહેવા જમવાની સુંદર નિશુલ્ક વ્યવસ્થાઓ તેમજ મોક્ષરથ તેમજ ગં.ગા સ્વરૂપો બહેનોને સાડી વિતરણ કરવામાં આવેલ આ
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઘનશ્યામભાઈ વરુ તેમજ રાજુભાઈ ધાખડા દ્વારા ભારે જહેમત ઉઠાવેલ ત્યારે આ પ્રસંગે તમામ આમંત્રિત મહેમાનોએ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને કાર્યક્રમને દિપાવ્યો તે બદલ તમામ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

Back to top button
error: Content is protected !!