વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઉત્કર્ષ મંડળ દ્વારા તા.૧૪મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેમની ૧૩૪મી જન્મ જયંતી ઉજવણીના કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.
કાર્યક્રમ અંતર્ગત આહવા ખાતે રેલી, પ્રભાત ફેરીનુ આયોજન કરાયુ હતુ. જેમા આહવાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલી બાદ સભાનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ. જેમા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે ઉપસ્થિત રહી, ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા કરાયેલી બંધારણની રચના, દેશના તમામ નાગરિકોને સુરક્ષિતતા, તથા વિકાસની તક જેવા વિષયે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
દરમિયાન ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઇન, તેમજ આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ ડો.બાબાસાહેબના જીવન વિશે માહિતી આપી, તેઓના જીવનના સંઘર્ષોમાંથી પ્રેરણા લઈ, પોતાના કર્મો દ્વારા મહાન થવાય છે તે બાબતે ઉપસ્થિતોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રંસગે જિલ્લા સદસ્ય હરેશભાઇ બચ્છાવ, નિલમબેન ચૌધરી, તાલુકા સદસ્ય દીપકભાઈ પિપંળે, આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદ ભોયે, ઉપસરપંચ હરિરામ સાંવત, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના સુભાષભાઈ ગાઇન, સમાજ કલ્યાણ અધિકારી તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.