BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા રાજપારડી કેન્દ્રો ખાતે આજથી શરૂ થયેલ બોર્ડ પરિક્ષાનો શાંતિમય માહોલ વચ્ચે પ્રારંભ

ઝઘડિયા રાજપારડી કેન્દ્રો ખાતે આજથી શરૂ થયેલ બોર્ડ પરિક્ષાનો શાંતિમય માહોલ વચ્ચે પ્રારંભ

 

પરિક્ષાના પ્રથમ દિવસે પરિક્ષા આપનાર વિધ્યાર્થીઓને વાલીઓ અને શિક્ષકો દ્વારા પરિક્ષાની શુભેચ્છા આપવામાં આવી

 

આજથી શરૂ થયેલ ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરિક્ષાને લઇને ઠેરઠેર પરિક્ષામય માહોલ છવાયો છે,ત્યારે ભરૂચ જિલ્લાના અન્ય પરિક્ષા કેન્દ્રોની જેમ ઝઘડિયા અને રાજપારડી કેન્દ્રો ખાતે એસએસસી બોર્ડની પરિક્ષાનો શાંતિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો. તેમજ ઝઘડિયા કેન્દ્ર ખાતે ધો.૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડ પરિક્ષાની પણ શરૂઆત થઇ હતી. ઝઘડિયા કેન્દ્રમાં દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે ધો.૧૦ ની પરિક્ષાને લઇને કુલ બે યુનિટમાં ૨૪ બ્લોકમાં કુલ ૭૨૦ વિધ્યાર્થીઓ પરિક્ષા આપી રહ્યા છે,જેમાં આજરોજ પ્રથમ દિવસે બન્ને યુનિટોમાં કુલ ૭૨૦ વિધ્યાર્થીઓ પૈકી ૬૬૮ વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ઝઘડિયાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે કુલ ૮ બ્લોકમાં આજે પ્રથમ દિવસે કુલ ૬૬ વિધ્યાર્થીઓએ ગુજરાતીના પેપરની પરિક્ષા આપી હતી. પ્રથમ દિવસે ગુજરાતીનું પ્રશ્નપત્ર પ્રમાણમાં સહેલું હોવાની લાગણી વિધ્યાર્થી આલમમાંથી જાણવા મળી હતી. જ્યારે ઝઘડિયા કેન્દ્રમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષા અંતર્ગત કુલ ૨૪ બ્લોકમાં ૭૨૦ વિધ્યાર્થીઓ પરિક્ષા આપી રહ્યા છે. ઝઘડિયા કેન્દ્રમાં ઝઘડિયાની દિવાન ધનજીશા હાઇસ્કુલ,અક્ષર વિધ્યાલય,સરસ્વતી વિધ્યાલય,મદ્રેસા હાઇસ્કુલ,સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ તેમજ કરાર,કપલસાડી,ગોવાલીની શાળાઓના વિધ્યાર્થીઓ પરિક્ષા આપે છે.જ્યારે રાજપારડી કેન્દ્ર ખાતે ડી.પી.શાહ વિધ્યામંદિર હાઇસ્કુલ ખાતે યુનિટ ૧ માં કુલ ૩૬૧ વિધ્યાર્થીઓ અને યુનિટ ૨ માં ૩૪૫ વિધ્યાર્થીઓ ધો.૧૦ ની પરિક્ષા આપી રહ્યા છે. આજે પરિક્ષાના પ્રથમ દિવસે બંને યુનિટમાં કુલ ૭૦૬ વિધ્યાર્થીઓ પૈકી ૬૮૩ વિધ્યાર્થીઓ પરિક્ષામાં હાજર રહ્યા હતા. રાજપારડી કેન્દ્રમાં રાજપારડીની ડી.પી.શાહ વિધ્યામંદિર,નુરાની હાઇસ્કુલ,પાણિની પ્રજ્ઞા પરબ શાળા અને શબ્દ વિધ્યાલય તેમજ ઉમલ્લા,પાણેથા,ભાલોદ,સરસાડ,હરિપુરા,અવિધાની શાળાઓના વિધ્યાર્થીઓ પરિક્ષા આપે છે. જ્યારે રાજપારડીની પાણિની પ્રજ્ઞા પરબ શાળા ખાતે પેટા કેન્દ્રમાં ધો.૧૦ ના રીપીટર વિધ્યાર્થીઓ પરિક્ષા આપે છે.

 

 

ઈરફાન ખત્રી

રાજપારડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!