BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી પોલીસને 15 વર્ષ થી નાસ્તા ફરતા હત્યાના આરોપીને પકડી પાડવામાં સફળતા મળી

18 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

2009માં અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના કોટેશ્વર હદમાં ત્રણ ઈસમોએ એક વ્યક્તિની હત્યા ગુન્હા ને અંજામ આપ્યો હતો જેમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં એક મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપી 2009 થી ફરાર હતો ને પોલીસ સતત તેની શોધ માં ત્યારે અંબાજી પોલીસને મળેલી બાતમીના આધારે હત્યાના આરોપી રમેશ પરમાર ઉંમર વર્ષ 36 નો રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં કોટડા વિસ્તાર રહેતા હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસવડા અને રેન્જ આઇ જી ના માર્ગદર્શન પ્રમાણે અંબાજી પોલીસે સદર આરોપી રમેશ પરમારને કોટડા ગામે થી પકડી પાડવામાં સફળતા મળી છે આમ 2009માં અંબાજીના વિસ્તારમાં બનેલી હત્યાની ઘટના ના તમામ આરોપીને પકડી પદના માં સફળતા સાપડી છે આજે ઝડપાયેલા હત્યા ના આરોપી રમેશ પરમાર સામે આઇ પી સી ની કલમ 302,114 મુજબ નો ગુનો નોંધાયેલ હોઇ તેને દાંતાની કોર્ટમાં રજૂ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનુ વી એન દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અંબાજી એ જણાવ્યુ હતુ.આ માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

Check Also
Close
Back to top button
error: Content is protected !!