મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ડો. આંબેડકર ભવન ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફાઈ કર્મીઓનું સન્માન કરાયું
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર…..
તા.૨/૧૦/૨૪
શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી.
મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ડો. આંબેડકર ભવન ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફાઇ કર્મીઓનું સન્માન કરાયું.
મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ગામના ડો. આંબેડકર ભવન ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અને સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ સંદેશો આપ્યો હતો કે મારુ જીવન એજ મારો સંદેશો છે ત્યારે દરેક લોકોએ મહાત્મા ગાંધીજીએ કામોને યાદ કરી તેને જીવનમાં ઉતારવા જોઈએ. ગાંધીજીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સૂત્ર આપ્યું છે ત્યારે દરેક નાગરિકે પોતાના ઘરની સાથે શેરી,ગામ,રોડ,રસ્તા સ્વચ્છ રાખીશું તો આખો દેશ આપોઆપ સ્વચ્છ થઈ જશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારુ ભારત સ્વચ્છ હશે તો દરેક નાગરિક સ્વસ્થ રહેશે. જેમ આપણે ઘરની અંદર સ્વચ્છતા રાખીએ છીએ તેમ બહાર પણ પ્લાસ્ટિક કે અન્ય કચરો ફેલાવો ના જોઈએ અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવું જોઈએ સાથે એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાઈ દરેક લોકોએ વૃક્ષ વાવી તેનું જતન કરવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને ઉપસ્થિતત મહાનુભાવોના હસ્તે સ્વચ્છતા પ્રત્યે શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઇ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. આ ઉપરાંત લાંબી પદયાત્રા કરનાર કે જેઓનું નામ “geniuses book world record holder” ના ૪ સદસ્યોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. નાટ્ય કલાકારો અને શાળાના બાળકો દ્વારા સ્વચ્છતાનો સંદેશો આપતો નાટ્ય રજૂ કરવામાં આવ્યું હતું.
અહીં ઉપસ્થિત સૌ લોકોએ દિલ્હીથી પ્રસારિત વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીનો જીવંત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. કાર્યક્રમ બાદ ‘એક પેડ, માં કે નામ’ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમ બાદ લુણાવાડા ગાંધી કુટીર ખાતે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટા, પ્રયોજન વહીવટદારશ્રી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર,લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટિલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી,અગ્રણીશ્રીઓ, સંકલનના તમામ અધિકારીશ્રીઓ, સફાઇ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે