Rajkot: આર.ટી.ઓ. રાજકોટ ખાતે ૪ ફેબ્રુઆરીના રોજ ૧૨ વાગ્યા સુધી ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે
તા.૨/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાની મોટરીંગ પબ્લીકને જણાવવામાં આવે છે કે, આર.ટી.ઓ રાજકોટ ખાતે તા.૦૪-૦૨-૨૦૨૫ના રોજ સવારે ૭.૦૦ થી ૧૨.૦૦ સમયગાળા દરમિયાન પી.જી.વી.સી.એલ. દ્વારા ૧૧ કે.વી.ફિડરોમાં મરામત તથા નવા લાઇન કામની કામગીરી કરવાની થતી હોય ફીડરનો વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી આર.ટી.ઓ. કચેરી ખાતે ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે.
આથી તા.૦૪-૦૨-૨૦૨૪ના રોજ જે અરજદારોએ ૮.૩૦ કલાકથી ૧૩.૦૦ કલાક સુધીની અપોઇન્ટમેન્ટ લીધેલ છે તેઓએ આર.ટી.ઓ. ખાતે ડ્રાઇવીંગ ટેસ્ટ માટે બપોરના ૧૨.૦૦ કલાકથી ૧૭:૦૦ વાગ્યા સુધીમાં ટેસ્ટ આપવા માટે આવવાનું રહેશે તેમજ જે અરજદારોએ તા.૦૪-૦૨-૨૦૨૫ના રોજ ૧૫.૦૦ કલાક થી ૨૦.૦૦ કલાક દરમ્યાનની અપોઇન્ટમેન્ટ લીધેલ છે તેઓએ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે ૧૮:૦૦ કલાક થી ૨૧.૦૦ કલાક સુધીમાં ટેસ્ટ આપવા માટે આર.ટી.ઓ. ખાતે આવવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.