હાલોલ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૬.૨૦૨૫
હાલોલ તાલુકાની ૧૦ સામાન્ય અને ૨ પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે આજે રવિવાર યોજાયેલ ચૂંટણીમાં બપોર ના ત્રણ વાગ્યા સુધી માં ૧૦ પંચાયત સામાન્ય ચૂંટણીમાં ૧૯,૭૪૨ મતદારો પૈકી ૧૨,૦૯૫ મતદારોએ મતદાન કરતા ૬૧.૨૭ ટકા મતદાન થયું હતું. જયારે ત્રણ પેટા ચૂંટણીમાં ૩,૯૪૨ મતદારો પૈકી ૧,૮૩૨ મતદારો મતદાન કરતા ૪૬.૪૭ ટકા મતદાન થયું હતું.સ્થાનિક ચૂંટણી ને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા માંડ્યો હતો.દરેક બુથ ઉપર મતદારોની લાઈનો જોવા મળી હતી.સવાર ના સાત વાગ્યા થી સારું થયેલ સાંજે છ વાગ્યા સુધી ચાલેલ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા વહીવટી તંત્રને હાશકારો અનુભવ્યો હતો.હાલોલ તાલુકાની ૩૧, ગ્રામ પંચાયતોની જાહેર થયેલ ચૂંટણીઓ અંતર્ગત ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તાલુકામાં આવેલા ૧૩,ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૩૩, ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.તે જ રીતે વિવિધ ગ્રામ પંચાયતોના વોર્ડ માટેના સભ્યપદ માટે ૧૬૮, ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાયેલ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. હાલોલ તાલુકાની ૩૧,ગ્રામ પંચાયતોની જાહેર થયેલી ચૂંટણીમાં એક સામાન્ય ગ્રામ પંચાયત રામેશરા બિનહરીફ સમરસ વિજેતા જાહેર થતા હાલોલ તાલુકાનું ગ્રામ્ય વિસ્તારનું વેપારી મથક એવા રામેશરા ગામમાં છેલ્લી ત્રણ ટર્મથી એટલે કે સને ૨૦૧૨, ૨૦૧૭ તેમજ ૨૦૨૫ ની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ બિનહરીફ સમરસ વિજેતા બની હતી.જ્યારે સરપંચોની પેટા ચૂંટણી ચાર ગ્રામ પંચાયતોમાં હતી.તે પૈકી ટાઢોડિયા માં જગદીશ કુમાર શિવાભાઈ તડવી સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા છે.તે જ રીતે ટીંબી માં માનસિંહભાઈ રઘાભાઈ રાઠોડ સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા છે.જ્યારે ચંદ્રપુરા ગ્રામ પંચાયત માં છેલ્લી ત્રણ ટર્મથી એટલે કે ૧૫, વર્ષથી સરપંચની બેઠક અનુસૂચિત આદિજાતિની જાહેર કરવાની લઈને ચંદ્રપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓના ઉમેદવારી પત્રો એક પણ વ્યક્તિ દ્વારા નહીં ભરીને ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે.



