GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારીના સિસોદ્રા ગણેશ ખાતે આયુર્વેદિક આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી, તા.૩૦: નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ધારાગીરી દ્વારા રામજીમંદિર સિસોદ્રા ગણેશ ખાતે નિઃશુલ્ક આયુષ નિદાન અને સારવાર કેમ્પ કેમ્પ યોજાયો હતો .
જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.કાજલ મઢીકર ના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓની આરોગ્ય તપાસ અને નિદાન કરી સારવાર તથા આયુર્વેદ સબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું , કેમ્પમાં આયુષ ડેસ્ક કેલેન્ડર અને આયુષ ગ્રામ કૅલેન્ડર, આયુષ ગ્રામ કીટ અને ચોમાસા ઋતુજન્ય રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યું. આ કેમ્પમાં વૈદ્ય મનીષા દરજી, ફાર્માસિસ્ટ રાજુભાઈ કોટડીયા અને સેવક જીનલ જાદવે ઉપસ્થિત રહ્યા હતા.


