BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરુચ જિલ્લા તેમજ તાલુકા ન્યાયાલય ખાતે વર્ષની અંતિમ લોક અદાલત યોજાઇ..

સમીર પટેલ, ભરૂચ

11 હજાર પેન્ડિંગ સહિત અન્ય 15 હજાર કેસ સમાધાન માટે મુકાયા..

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા ન્યાયાલય ખાતે યોજાયેલ વર્ષ 2024 ની અંતિમ લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેન્ડિંગ અગિયાર હજાર કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વિગેરેના બાર હજાર તેમજ ટ્રાફિક નિયમોના ભંગ ના ઇ -મેમો ના ત્રણ હજાર થી વધુ મળી કુલ 26 હજાર થી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં સમાધાન થી નિકાલ થતો હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારી એ જણાવી વર્ષ દરમ્યાન લોક અદાલત ના માધ્યમ થી 40 હજાર થી વધુ કેસનો નિકાલ કરવામાં આવતા અદાલતો પરના ભારણ માં પણ ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.આ લોક અદાલતમાં
એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ,વિવિધ અદાલતોના ન્યાયધીશો, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારી સહિત વકીલ મિત્રો ,કોર્ટ સ્ટાફ પદાધિકારીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!