GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ.સભ્યો દ્વારા પોતાના વિસ્તારના રસ્તા બાબતે ચર્ચા કરી

 

તારીખ ૨૬/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકાની ગતરોજ સામાન્ય બજેટ બેઠક મળી જેમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા ના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી આ બેઠકમાં બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું કાલોલ નગરપાલિકામાં કુલ 28 બેઠકો છે આ બજેટ બેઠકમાં રોડ રસ્તા અને પાલિકાના અન્ય વિવિધ પ્રશ્નો ને લઇ સભા ઉગ્ર બની હતી વોર્ડ નંબર 2 માં છેલ્લા કેટલાય મહિનાઓથી રોડ બનાવવાના મુદ્દે નાગરિકો અને પાલિકા વચ્ચે એક યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે આ વોર્ડર્ના સભ્યોએ આ બજેટ બેઠકમાં પોતાના રસ્તાઓના પ્રશ્નો વિશે ધારદાર રજૂઆત કરી હતી.જ્યાં નગરપાલિકાના સભાખંડમાં બપોરના ચાર અને પંદર કલાકે બોલાવવામાં આવી હતી. જેમાં સને 2026.27 નું અંદાજિત 40,16,67,000 ની આવક અને રૂપિયા 40,10,37,000 ખર્ચના અંદાજ સાથે રૂપિયા 6 લાખ 30 હજાર ની પુરાંત વાળું અંદાજપત્ર સર્વનું મતે મંજૂર કરવામાં આવ્યું હતું ચીફ ઓફિસર સંજયભાઇ પટેલ અને એકાઉન્ટન્ટ તખતસિંહ બારીયા આ સભામાં હાજર રહી બજેટ સભા પૂર્ણ કરી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!