ARAVALLIGUJARATMODASA

શામળાજી ધામમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે ,દર્શન-આરતીનો સમય જાહેર

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી ધામમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે ,દર્શન-આરતીનો સમય જાહેર

અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના સાનિધ્યમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે તેવી શક્યતા છે. જેને લઈને મંદિર દ્વારા દર્શન, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સમય જાહેર કરવામાં આવ્યા છે.

જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે મંદિરના કપાટ ખુલશે અને સવારે 6:45 કલાકે મંગલા આરતી યોજાશે. ત્યારબાદ સવારે 8:30 કલાકે ભગવાન શામળિયાનો પંચામૃતથી અભિષેક કરવામાં આવશે અને સવારે 9:15 કલાકે શણગાર આરતી યોજાશે.સવારે 11:30 કલાકે રાજભોગ ધરાવવા માટે મંદિર બંધ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 12:15 કલાકે રાજભોગ આરતી સાથે મંદિરના કપાટ ખુલશે. બપોરે 2:15 કલાકે ઉત્થાપન બાદ મંદિર ખુલશે.

સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે 8 વાગ્યે શયન ભોગ ધરાવવામાં આવશે. આ ઉપરાંત રાત્રે 8 વાગ્યાથી મંદિર પરિસરમાં લાલજી મહારાજના ભજન-સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જન્માષ્ટમીનો મુખ્ય શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રે 12 વાગ્યે ઉજવાશે. આ જ સમયે શયન આરતી પણ યોજાશે. ત્યારબાદ રાત્રે 1 વાગ્યે મંગલ મંદિર સાથે મંદિરના કપાટ બંધ કરવામાં આવશે.જન્માષ્ટમીના પર્વને લઈને શામળાજી મંદિરમાં ધાર્મિક માહોલ છવાશે અને ભગવાન શામળિયાના દર્શન માટે દૂર-દૂરથી ભક્તો પહોંચશે.

Back to top button
error: Content is protected !!