BANASKANTHAGUJARATPALANPUR

૨૨ જુલાઈ ૨૦૨૫ના રોજ ટપાલ સેવાઓના ડિજિટલ રૂપાંતર માટે આઈટી ૨.૦ એપ્લિકેશનનું રોલઆઉટ કરાશે

9 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

૨૧ જુલાઈ ૨૦૨૫ના રોજ ટપાલ વિભાગ ખાતે કોઇપણ પ્રકારનું લેન-દેન નહીં થાય બનાસકાંઠા ટપાલ વિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, APT(Advanced Postal Technology) એપ્લિકેશનનું રોલઆઉટ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે આપણને ડિજિટલ શ્રેષ્ઠતાની અને રાષ્ટ્રીય નિર્માણની યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન સુધી લઈ જશે. આ પહેલના ભાગરૂપે નવી સિસ્ટમ બનાસકાંઠા ડીવીજન ખાતેની તમામ ટપાલ કચેરીઓમાં તારીખ ૨૨-૦૭-૨૦૨૫ થી અમલમાં આવશે.આ આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ પર સરળ અને સુરક્ષિત સ્થાનાંતર સુનિશ્ચિત કરવા માટે તારીખ ૨૧-૦૭-૨૦૨૫ ના રોજ યોજના મુજબ ડાઉનટાઈમ (No Transaction Day) નક્કી કરવામાં આવ્યો છે. તારીખ ૨૧-૦૭-૨૦૨૫ ના રોજ કોઈપણ જાહેર લેન-દેન નહીં થાય. આ હંગામી સેવા વિક્ષેપ ડેટા માઈગ્રેશન, સિસ્ટમ ચકાસણી અને કૉન્ફિગરેશન પ્રક્રિયા માટે જરૂરી છે જેથી નવી સિસ્ટમ સરળ અને અસરકારક રીતે કાર્યરત થઈ શકે.APT એપ્લિકેશનનો વધુ સારો વપરાશકર્તા અનુભવ, ઝડપી સેવા કૌશલ્ય અને વધુ કસ્ટમર ફ્રેન્ડલી ઈન્ટરફેસ પ્રદાન કરવા માટે રચાયેલ છે. જેમાં અમારી સ્માર્ટ, અસરકારક અને ભવિષ્યવાદી પોસ્ટલ કામગીરી પ્રદાન કરવા માટેની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Back to top button
error: Content is protected !!