જૂનાગઢ મુકામે ઉપલા અને નીચલા દાતાર ખાતે આગામી ઉર્ષનો મેળો તા.૨૩ થી ૨૭ ઓગસ્ટ સુધી યોજાશે
જૂનાગઢ મુકામે ઉપલા અને નીચલા દાતાર ખાતે આગામી ઉર્ષનો મેળો તા.૨૩ થી ૨૭ ઓગસ્ટ સુધી યોજાશે

જૂનાગઢ મુકામે ઉપલા અને નીચલા દાતારના આગામી ઉર્ષ મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત આગામી તા.૨૩/૦૮/૨૦૨૬ થી ૨૭/૦૮/૨૦૨૬ સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.તે માટે નીચલા દાતાર પાસે આવેલા દાતાર ટ્રસ્ટની માલિકીની ઉર્ષ મેળાની રિઝર્વ ખુલ્લી જમીન વર્ષ ૨૦૨૬ ના ઉર્ષ મેળા નિમિતે વિવિધ સ્ટોલ માટે જુમલે ઉઘડ ભાડેથી આપવા માટેની જાહેર હરરાજી તા.૧૧/૦૮/૨૦૨૬ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે મામલતદાર કચેરી, જૂનાગઢ શહેર ખાતે ખાતે રાખવામાં આવી છે. ઉપરોક્ત હરરાજીમાં રસ ધરાવતા નાગરિકોએ સમયસર સ્થળ ઉપર હાજર થવાનું રહેશે. હરરાજીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ડિપોઝિટ પેટે રૂ.૧૫,૦૦૦/- ની રકમ જમા કરાવવાની રહેશે. તેમજ હરરાજી માટેની જગ્યાની અપસેટ કિંમત રૂ.૧,૪૭,૦૦૦/- સુનિશ્ચિત કરવામાં આવી છે. જેને ખાસ ધ્યાનમાં રાખીને હાજર ઇચ્છુક લોકોએ બોલી લગાવવાની રહેશે. આ સાથે જ હરરાજીની અન્ય શરતો બોલી શરૂ થાય પહેલા બધાને વાંચીને સંભળાવવામાં આવશે. જે તમામ ઇચ્છુકને બંધનકર્તા રહેશે. તેમ વહીવટદારશ્રી, દાતાર દરગાહ ટ્રસ્ટ અને મામલતદારશ્રી, જૂનાગઢ શહેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




