તા.૨૭.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:ધાનપુર તાલુકાની શાળાઓમાં નામાંકિત વિદ્યાર્થીઓનો કરાવાયો હર્ષોલ્લાસભેર પ્રવેશ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી દરમ્યાન શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને કંકુ તિલક કરી, ચોકલેટ દ્વારા મો મીઠુ કરાવી અને શૈક્ષણિક લગતી કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.રંગબિરંગી ટોપીઓ ફેરી અને સેલ્ફી સ્ટેન્ડસ પર ઉભા રહીને નાનકડાં ભૂલકાઓએ ફોટા પડાવી આનંદ અનુભવ્યો. વિવિધ પોસ્ટર્સ સાથે બાળકોએ ફોટા પડાવી પ્રવેશોત્સવને યાદગાર બનાવ્યો.આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫-૨૬ કાર્યક્રમમા શાળાના આચાર્ય, ગામના વડીલો, આગેવાનો, વાલીઓ,આંગણવાડી બહેનો, શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા. જેમાં બાળકોને બાલવાટિકામાં અને ધોરણ ૧ માં નામાંકિત બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો