GODHARAGUJARATPANCHMAHAL

બકરી ઈદના તહેવારને અનુલક્ષીને જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

આગામી તા.૦૭/૦૬/૨૦રપ ના રોજ મુસ્લિમ ધર્મનો “બકરી ઈદ” (ઈદ-ઉલ-જુહા)નો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવે છે અને જે માટે જાહેર કે ખાનગી સ્થળે, મહોલ્લા કે ગલીમાં દેખાય તે રીતે કોઈપણ પશુને કતલ કરવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવવાના કારણે સુલેહ શાંતિનો ભંગ થવાની સંભાવના રહે છે. આવી પરિસ્થિતીને ધ્યાને લેતા કાયદો અને વ્યવ્સ્થા જળવાઇ રહે તે સારુ તેમજ પંચમહાલ જિલ્લા હદ વિસ્તારમાં આવેલી મોટી મસ્જીદો, ઈદગાહોમાં બકરી ઈદના તહેવાર અન્વયે મોટા પ્રમાણમાં લોકો નમાજ માટે એકત્રિત થવાની કે ઝુલુસ યોજવાની શક્યતા રહેલ હોય તેવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોક લાગણી દુભાય નહી તે સારૂ પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે.પટેલ એ તેમને મળેલ સત્તાની રુએ કેટલાક કૃત્યો કરવા પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામામાં પંચમહાલ જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વિગેરે જગ્યાએ કતલ કરવા ઉપર, કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. વધુમાં કતલખાના ચલાવવાની સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી મેળવેલ વ્યકિત/સંસ્થાને તેઓએ કતલ કરેલ જાનવરના માંસ, હાડકાં અને અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામુ પંચમહાલ જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં તા.૦૪/૦૬/૨૦૨પ ના રોજના ૦૦-૦૦ કલાકથી તા.૧૨/૦૬/૨૦૨પ ના રોજ ર૪-૦૦ કલાક સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

 

Back to top button
error: Content is protected !!