NEET પરીક્ષામાં થયેલા પેપર લીક કૌભાંડ અને સોનમ વાંગચુકના સમર્થનમાં દાહોદના યુવાનો મેદાને જિલ્લા કલેક્ટરને આવેદન

તા.૧૮.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર

Dahod:NEET પરીક્ષામાં થયેલા પેપર લીક કૌભાંડ અને સોનમ વાંગચુકના સમર્થનમાં દાહોદના યુવાનો મેદાને જિલ્લા કલેક્ટરને આવેદન
NEET પરીક્ષામાં થયેલા પેપર લીક અને વ્યાપક ગેરરીતિઓ સામે સમગ્ર દેશમાં આક્રોશ છે, ત્યારે દાહોદના શિક્ષિત યુવાનો પણ હવે ન્યાયની લડતમાં જોડાયા છે. દાહોદના મોટી સંખ્યામાં યુવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.યુવાનોએ દેશના રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે બે મોટી માંગણીઓ રજૂ કરવામાં આવી હતી NEET કૌભાંડ સામે કડક પગલાંતટસ્થ પેપર લીક અને ગેરરીતિના આ આખા કૌભાંડની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થાય લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ચેડાંની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે દેશની શિક્ષણ વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે સોનમ વાંગચુકના ઉપવાસને સમર્થનસરકારને અપીલ લદ્દાખના હિત માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા જાણીતા પર્યાવરણવાદી અને આંદોલનકારી સોનમ વાંગચુક સાથે સરકાર સત્વરે સકારાત્મક સંવાદ શરૂ કરે.લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવા અને દેશમાં ન્યાયી ઉકેલ લાવવા માટે દાહોદના યુવાનોએ એકસૂરે અવાજ બુલંદ કર્યો છે. યુવાનોએ ચીમકી આપી છે કે જો શિક્ષણ વ્યવસ્થામાં સુધારો અને વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનશે.




